તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરા-છોકરીઓ માટે સ્વર્ગ એટલે ટાઉનશિપ કે આધુનિક મહોલ્લા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોઇ પણ વસવાટના લોકોની રહેણીકરણી કે સંખ્યા પરથી ગણતરી કરવી યોગ્ય નથી. તેનું મૂલ્યાંકન અન્ય રીતે થઇ શકે છે

આ એક સારું શહેર છે. અદ્દલ એવું જ જેની યાદ મનમાં લઇને દિલ્હી-મુંબઇના લોકો વચ્ચે વચ્ચે થોડો સમય પોતાના વતનને યાદ કરે છે અને પાછા પોતપોતાની હોડદોડમાં લાગી જાય છે, પણ ક્યારેય પાછા નથી ફરતાં. એવું જ શહેર, જેને મીડિયા ભવિષ્યનું મેટ્રો, બી ક્લાસ ટાઉન વગેરે કહેવા લાગ્યાં છે. અર્થાત તમામ સગવડો છે ખરી, પણ નાઇટ લાઇફ એવી ખાસ નથી. એક તરફ સંસ્કારો અને બીજી તરફ ટેલીવિઝન-ઇન્ટરનેટથી વિસ્તૃત આખી દુનિયા વચ્ચે ઝોલાં ખાતાં પરિવાર અને વિચારસરણી.

આવા જ એક શહેરનો મહોલ્લો. સોરી-સોરી, હવે તો આને મહોલ્લો નથી કહેવાતો. એ કહેવાય છે - ગેટેડ કવર્ડ ટાઉનશિપ. અલબત્ત, અંદરખાને તો આ મહોલ્લા જ હોય છે. કોની છોકરી ક્યારે અને કોની સાથે આવે-જાય છે, કોનો છોકરો એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ નથી થતો, કોણ પોતાની સાસુને દબાવી રાખે છે... જેવા વિષયો જ આના પુરાવા છે. જોકે એવું નથી કે કંઇ જ નથી બદલાયું. બદાલાઇ છે - નવી પેઢીની વિચારસરણી. એમાંનાં ઘણાને એ બાબતથી કોઇ ફેર નથી પડતો કે તેમના આવવા-જવાનું કેટલા લોકો ધ્યાન રાખે છે અથવા જો શહેરમાં નાઇટ લાઇફ ન હોય, તો તેઓ જાતે જ એવી મોજમજા માણી લે છે. જોકે તમે પણ એ જાણી લો કે એમાંની કેટલીક જૂની પેઢી પણ થોડી સ્માર્ટ થઇ ગઇ છે. એ હવે અથાણાંની નહીં, પણ પાસ્તાની રેસિપી એકબીજાને કહે છે. અથાણું તો તૈયાર જ આવી જાય છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...