• Gujarati News
  • Rasiklal Dead Body Found From Bedroom And Inquiry Office Come

બેડરૂમમાં ફર્શ પર પડી હતી રસિકલાલ શેઠની લોહીથી લથબથ લાશ ને...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડરૂમમાં ફર્શ પર રસિકલાલ શેઠની લોહીથી લથબથ લાશ પડી હતી. ચારે તરફ લોહી લોહી હતું. લોહીમાં પગલાંનાં નિશાન રસોડાનાં સ્ટોરરૂમ તરફ જતાં હતાં.

મહાનગરથી હાઈવે પર ચાર કિ.મી. દૂર, દેવગઢ ટોલનાકા સામે આવેલ 'કનકવિલા’ બંગલાના માલિક રસિકલાલ શેઠ પર થયેલા હુમલામાં શેઠની હત્યા કરી લૂંટારુ પલાયન થઈ ગયાના સમાચાર મળતાં જ નવાપરા સર્કલના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજદેવસાહેબ એમની કુશળ ટીમ લઈને ઘટનાસ્થળે પહોંચવા નીકળી પડયા. સમાચાર આપનાર રસિકલાલ શેઠનો પુત્ર સત્યેન પોતે હતો.

જોકે આ સત્યેન એટલે રસિકલાલની પહેલી પત્ની મંજુલાબહેનનો પુત્ર. એ પાંચ વર્ષનો હતો ને એક દિવસ એની મમ્મી મંજુલા બાથરૂમમાં ઈલેક્ટ્રિક હીટરનો હાઈ પાવર શોક લાગતાં ગુજરી ગયેલી. પછી રસિકલાલના મામાના દબાણથી શેઠે પાટણવાળા પૂનમચંદની પુત્રી કનકલતા સાથે પુન: લગ્ન કર્યાં હતાં. પછી નવીનાં ત્રણ સંતાન હતાં. મોટા પુત્ર મલ્હારને મેડિસીનની હોલસેલ એજન્સી હતી. બીજો સાર્થક અને જૂની માનો સત્યેન, બંને શેઠનું ફાર્મહાઉસ સંભાળતા હતા. સૌથી નાની પુત્રી નૂપુર કેનેડા સાસરે હતી.

રાજદેવસાહેબ 'કનકવિલા’માં આવ્યા તો સત્યેન અને નોકર હિંમત એમની રાહમાં હતા. રાજદેવસાહેબ અને સહાયક રાઠોડે તપાસનો આરંભ કરતાં જોયું તો બેડરૂમમાં ફર્શ પર રસિકલાલ શેઠની લોહીથી લથબથ લાશ પડી હતી. ચારે તરફ લોહી લોહી હતું. લોહીથી ખરડાયેલાં પગલાંનાં નિશાન રસોડાનાં સ્ટોરરૂમ તરફ જતાં હતાં અને એક કંપની બનાવટનું મરૂન કલરની પટ્ટીવાળું ચંપલ પડયું હતું. શેઠની હત્યારા સાથે ઝપાઝપી થઈ હશે એ ચંપલ પરથી સ્પષ્ટ થતું હતું. એ ચંપલ એક પોલિથિન થેલીમાં લઈ લીધા બાદ લાશ પીએમ માટે રવાના કરાઈ.

મલ્હાર અને સાર્થક એમના ફેમિલી સાથે છોકરાઓને વેકેશન હોવાથી આ વખતે કેનેડા ગયેલા હતા. બંગલામાં શેઠ, સત્યેન, નોકર હિંમત અને રસોઈ કરનાર મહારાજ. કામવાળી તો સવાર-સાંજ આવીને ચાલી જતી હતી. મહારાજ પણ એના વતનમાં ગયો હતો. એટલે રાજદેવસાહેબે સૌથી પહેલા ઘટના સમયે હાજર એક નોકર હિંમતનું નિવેદન લીધું, જેમાં એણે જણાવ્યું કે સમી સાંજના સાત વાગ્યે બે બુકાનીધારી અચાનક બંગલામાં ધસી આવ્યા અને શેઠ પર તૂટી પડયા એટલે હું દોડીને શેઠને બચાવવા ગયો તો એકે મને પકડીને પેટમાં મુક્કો મારી ઢસડીને સ્ટોરરૂમમાં પૂરી દીધો. પછી શું થયું એ મને ખબર નથી, પણ મને કળ વળતાં મેં મોબાઇલમાંથી સત્યેન ભાઈને ફોન કર્યો હતો. ટ્રાફિકના કારણે એ એકાદ કલાકે આવ્યા ને મને મુક્ત કર્યો, પણ શેઠનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સત્યેને પણ એ જ જણાવ્યું કે હિંમતનો ફોન મળતાં હું ફાર્મ હાઉસ પરથી દોડી આવ્યો, પણ હત્યારા નાસી ગયા હતા. મેં હોલડ્રાપ ખોલી હિંમતને મુક્ત કર્યો અને મલ્હાર તથા સાર્થકને ફોન કરી જાણ કરી.

બીજા દિવસે સાંજે મલ્હાર, સાર્થક અને નૂપુર સૌ આવી પહોંચ્યા. ત્રણે ભાઈઓએ મળીને તિજોરી-આલમારી ચેક કરી તો કશું ચોરાયું ન હતું. આથી હત્યા લૂંટના ઇરાદે નહોતી થઈ એ બહાર આવી ગયું.

વધુ વાંચવા માટે આગળની તસવીર પર ક્લિક કરો