જ્યાં થતી હોય નેણની વાતો ત્યાં ન છેડાય વેણની વાતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિસ, તમે કોણ છો એ હું નથી જાણતો. પણ હું તમને જોઇને પહેલી નજરમાં પ્રેમમાં પડી ગયો છું. અહીં આપણી જ્ઞાતિરૂપી ગંગા હાજર છે. એ ગંગાની સાક્ષીએ હું પ્રતિજ્ઞા કરું છું કે જો લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ.
‘શેઠ, આવતી પચીસમી તારીખે આપણી જ્ઞાતિનો લગ્નમેળો છે; તમે નામ નોંધાવી દો!’
શેઠ અમુલખરાય બગડ્યા, ‘મને ગઇ પચીસમીએ સાઠ પૂરા થયા. તારે મને આ ઉંમરે ફરીથી ઘોડે ચડાવવો છે?’
જ્ઞાતિબંધુ સમજી ગયો કે પોતે બાફ્યું છે. એણે ભૂલ સુધારી લીધી, ‘ અરે શેઠ! આ શું બોલ્યા? હું તો તમારા દીકરાની વાત કરતો હતો. ભાઇ હવે ઉંમરલાયક થઇ ગયા છે. તમારું ઘર અને આવો વર આપણી ન્યાતમાં બીજે ક્યાંય જોવા ન મળે. તમારા ખાનદાનમાં શોભે તેવી કન્યા શોધવામાં પણ તમને તકલીફ પડશે. એના કરતાં લગ્નમેળામાં નામ નોંધાવી દો. એક જ જગ્યા પર બધી કન્યાઓ એકસાથે જોવા મળી જશે.’
અમુલખરાયને લાગ્યું કે વાત તો સાચી છે. એમના જેવા પ્રતિષ્ઠિત શેઠ પોતાના લાયક ‘સુ-વર’ માટે લગ્નમેળામાં નામ દર્જ કરાવે તે વાત જ અત્યાર સુધી એમને પ્રતિષ્ઠાભંગ જેવી લાગતી હતી. પણ અત્યારે એમની આંખ ઊઘડી ગઇ. જોવાની દૃષ્ટિમાં ફરક છે ને?!
એમણે દીકરાને કહી દીધું, ‘વ્યંજન, બેટા! આવતા રવિવારે તૈયાર રહેજે. તારા માટે કન્યા....’
‘પપ્પા, ક્યાં જવાનું છે?’ વ્યંજને પૂછ્યું.
‘અરે, તારા માટે સ્વયંવર ગોઠવાઇ રહ્યો છે, મારા રાજકુમાર! આપણી આખી જ્ઞાતિનું મીનાબજાર ભરાવાનું છે. સાદી ભાષામાં કહું તો ન્યાતની તમામ લગ્નોત્સુક કન્યાઓ અને કુમારો એકબીજાને મળી શકે, જોઇ શકે, વાતચીત કરી શકે તેવું આયોજન થઇ રહ્યું છે. આમ તો આપણે આવા મેળા-ફેળામાં ભાગ લઇએ જ નહીં, પણ શું થાય? મજબૂરી છે. અત્યાર સુધીમાં તારા માટે એક-એક કરીને એકાવન છોકરીઓ જોઇ નાખી; એક પણ છોકરી એવી ન મળી જે તારી બાજુમાં ઊભી હોય તો શોભી ઊઠે. એટલે પછી વિચાર્યું કે હવે સમય નથી બગાડવો. એકસાથે આખો ઘાણ તપાસી નાખીએ.’
વ્યંજનને પિતાના કેટલાક શબ્દપ્રયોગો ગમ્યા નહીં. ‘મીનાબજાર’ અને ‘ઘાણ’ તપાસી નાખવા જેવી વાતો આજના યુગમાં નારીજાતિ માટે અપમાનકારક જ લાગે; પણ પપ્પા જૂના જમાનાના માણસ. એમાં વળી વેપારી હોવાના કારણે આવી વાતચીતથી ટેવાયેલા. ઉપરાંત પપ્પાજી આવું બધું ખાનગી વાતચીતમાં બોલી રહ્યા હતા; જાહેરમાં ક્યાં બોલતા હતા? માટે એમની સાથે જીભાજોડી કરવાનો કોઇ અર્થ ન હતો.
બાકીની વાત વ્યંજનને પણ યોગ્ય લાગી. એણે હા પાડી દીધી.
રવિવાર આવી પહોંચ્યો જ્ઞાતિના સભાગૃહમાં હકડેઠઠ ભીડ જામી હતી. સો કરતાં યે વધારે મુરતિયાઓ અને લગભગ સાડા ત્રણસો જેટલી યુવતીઓએ ઉમેદવારી નોંધાવી હતી. દરેકની સાથે પાંચ-સાત સ્વજનો પધાર્યાં હતાં. ઉપરાંત દાતાઓ અને આયોજકો તો ખરા જ.

(સત્ય ઘટનાઃ પૂરક માહિતીઃ ઇ.એન.ટી. સર્જનઃ ડો. સૌરભ ગાંધી.)
(શીર્ષક પંક્તિ: રાજ લખતરવી)
અન્ય સમાચારો પણ છે...