અનોખી લવ સ્ટોરી: ને ‘પંક્તિ’ને ઈશાંકની ત્રણ વર્ષ રાહ જોવી પડી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્યાં સુધી રાહ જોવી પડે !

- ઇશાંક પરદેશ જઇ રહ્યો છે, પાછાં આવવામાં બે-ત્રણ વર્ષ નીકળી જાય. પંક્તિને નર્સિંગનું ભણવું છે. પ્રેમના લીધે હવે એકબીજા વગર રહી નહીં શકાય તેવું તે માને છે.


‘સંબંધને સેઇફ ડિપોઝિટ તરીકે મૂકી દેવાના. પછી જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો !’ પંક્તિનું આમ કહેવું સાંભળી ઇશાંક ચમકી ગયો. તેણે આશ્ચર્યચકિત થઇને કહ્યું : ‘પણ કેવી રીતે !?’ સામે પંક્તિ સાવ સામાન્ય વાત તેમ સહજતાથી બોલી : ‘કોર્ટ મેરેજ, સંબંધ સિક્યોર.... બીજું શું!?’ ઇશાંત પરદેશ જઇ રહ્યો છે, પાછાં આવવામાં બે-ત્રણ વર્ષ નીકળી જાય. પંક્તિને નર્સિંગનું ભણવું છે. પ્રેમના લીધે હવે એકબીજા વગર રહી નહીં શકાય તેવું તે માને છે. પણ સમય જુદાં પડવાનો આવ્યો છે. તેથી આમ ખાનગીમાં મેરેજ કરી લેવાનાં. પરિવાર દબાણ કરે તો મેરેજ સર્ટિફિકેટ બતાવી દેવાનું ! આવું હવે બને છે. આમ કરી ખરેખર, સંતાન વાલી, સમાજ અને પોતાને છેતરે છે, ખરાબ રીતે વેતરે છે . પછી જાતને ગમે ત્યાં જોતરે છે. આ સારું છે કે ખરાબ તેનો જવાબ સમય અને અનુભવ જ આપી શકે.

એક બાજુ કારકિર્દી ઘડવાનો કપરો ને અઘરો કાળ અને બીજી બાજુ યુવાનીના નાજુક સવાલો. આ બન્ને સ્થિતિ વચ્ચે ભલભલા યુવાનો ભીંસાતા હોય છે. આ સ્થિતિને જે બેલેન્સ નથી કરી શક્યા તેને કારકિર્દી, પ્રિયપાત્ર અથવા તો બન્ને ગુમાવવાનો વારો આવ્યો છે. પછી કંઇક મેળવવા કશુંક ગુમાવવું પડે તેવું મન સાથે વાંઝિયું સમાધાન કરી લેતાં હોય છે. અહીં બન્ને પોતાની કારકિર્દી ઘડી શકે અને જીવનભર સાથે કેમ રહી શકે તેની ચિંતામાં છે. તેમાં પંક્તિએ છુપા મેરેજ કરી, સંબંધનો આમ પ્રબંધ કરી લેવાનું સૂચવ્યું. ઘડીભર સારું લાગ્યું. પણ અમલ કરવો અઘરો જણાયો. કારણ કે મા-બાપને અંધારામાં રાખવાનાં હતાં. આ ઉંમરે મા- બાપ પ્રત્યેનો પ્રેમ અને લગાવ પણ એટલો જ બળવત્તર હોય છે. વળી પાછાં મૂંઝાયાં. ઇશાંક કારકિર્દી ઘડવા પરદેશ જઇ રહ્યો છે. ત્યાં અભ્યાસ સાથે કમાઇ પણ શકશે. પંક્તિ પણ આ વાતે ખુશ હતી, પણ બન્નેની મૂંઝવણ છે, આ બે-ત્રણ વરસનો સમયગાળો કેવી રીતે પસાર થશે !?

ra_madhad13@yahoo.com