મદારીના ખેલની જેમ ઓપરેશન કરી 'મટાડી’ પથરી, સંપુર્ણ ગુજરાત ઉમટ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચમત્કારી ઓપરેશનનું પૂર્ણ સત્ય
- મદારીના ખેલની જેમ બાગલકોટના અસલમબાબા જાહેરમાં 'ઓપરેશન’ કરીને પથરી 'મટાડી’ આપતા હતા. એ 'ઓપરેશનો’માં સત્ય કેટલું હતું?


તમે વીડિયો સીડી જોઇ રહ્યા છો. આડત્રીસ વર્ષનો, જરા ફાંદાળો કહી શકાય એવો શખસ ઉઘાડા ડિલે શેતરંજી પર સૂતો છે. સફેદ વસ્ત્રો ઉપર કાળી મુસ્લિમ બંડી પહેરેલા એક જનાબ એ શખસના ડાબા પડખા પર ભીના કરેલા કાગળ આડા-ઊભા ચીપકાવતા જાય છે. થોડી વાર સુધી આવું જ ચાલ્યા કરે છે. ફરતાં કેમેરાને લીધે તમે જોઇ શકો છો કે આસપાસમાં સેંકડો લોકો આ તાસીર ચકિત નજરે નિહાળી રહ્યા છે. હવે પેલો બંડીવાળો જનાબ હાથમાં કાતર લે છે અને પેલા ચીપકાવેલા કાગળ નીચે સેરવે છે.

એવું જ લાગે છે કે કાતર જાણે ફાંદાળા શખસના ડાબા પડખામાં ઘુસાડી દેવામાં આવી છે. તમને કશું સ્પષ્ટ દેખાતું નથી કારણ કે કાતરની ઉપર પણ કાગળનું આવરણ છે. ફાંદાળો શખ્સ આંખો પટપટાવે છે, મતલબ કે સંપૂર્ણ સભાનાવસ્થામાં છે. બંડીધારી જનાબ એક પછી એક ત્રણેક કાતર તેના ડાબા પડખામાં ખોસી દે છે, સફરજનમાં ત્રણ છરી ખોસી હોય તેમ. કોઇ પીડા નથી. ચિત્કાર નથી. અરે, લોહીની ધાર પણ નથી.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...