તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નના વચનનું તીર મારી પૂરાં બે વર્ષ ભૂખ્યો 'સાવજ’ મારણ જમ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સમજાવી સમજાવી થાક્યા પીર-પયગમ્બર છેક લગી, પાપપુણ્યની વાતોમાં તો કોઇને સમજણ ક્યારે પડી?
- 'આજે સાંજે તું ફ્રી છે ને? ત્યારે મળીએ આપણે. વી શેલ હેવ એ નાઇસ ટાઇમ ટુગેધર.’ બધાંની હાજરીમાં ડો. સુથારે ઉઘાડે છોગ આમંત્રણ આપી દીધું


ડો.સંજય સુથાર વીતેલા જમાનાના એક પ્રખ્યાત અને કુશળ સર્જન હતા. એમનામાં માત્ર એક જ નબળી બાબત હતી, નારી જાતિને (ખાસ કરીને સુંદર નારીને) જોઈને એમનું દિલ 'ગાર્ડન ગાર્ડન’ થઈ જતું હતું. તેઓ એક ડિસ્ટ્રિક્ટ કક્ષાની જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ હતા. એક દિવસ સવારના સમયે ડો. સુથાર એક આધેડ દરદીનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરી રહ્યા હતા. ટેબલના માથા તરફના ભાગ પાસે એનેસ્થેટિસ્ટ ઊભા હતા. થિયેટરનો પૂરો સ્ટાફ હાજર હતો. દરદીનું પેટ ખુલ્લું હતું. લોહીના ફુવારા ઊડી રહ્યા હતા.

આવા કરપીણ, લોહિ‌યાળ વાતાવરણમાં ડોક્ટરનો હાથ એમને આસિસ્ટ કરી રહેલી નર્સના હાથ સાથે ટકરાઈ ગયો. આમ તો દરેક ઓપરેશન વખતે દરેક ડોક્ટરને અને નર્સને આવા અકસ્માતોનો અનુભવ થતો હોય છે, પણ એમને એ વાતનું ભાન પણ થતું હોતું નથી. એનાં ઘણાં બધાં કારણો હોય છે. સૌથી મોટું કારણ એ સમયે દરદીનો પ્રાણ જોખમમાં હોય છે, પળે પળ કીમતી હોય છે, ઓપરેશન કરનાર ડોક્ટરના શરીરમાંથી એડ્રિનાલીન નામના આંતરસ્ત્રાવી હોર્મોનનો ઝરો ફૂટી રહ્યો હોય છે, જેનો એકમાત્ર સાદ હોય છે : 'સેવ ધિસ પેશન્ટ મારે આ પેશન્ટનો જીવ બચાવવાનો છે.’ આવા ઉદ્દેશપૂર્ણ માહોલમાં રોમાન્સ માટે કોઈ સ્થાન હોતું નથી, હોવું પણ ન જોઈએ.

બીજા ગૌણ કારણોમાં એ સમયે થિયેટરમાં એક કરતાં વધુ માણસોની હાજરી, બહાર ઇંતેજાર કરતાં સગાઓનો અદૃશ્ય ભાર અને ઈશ્વરનો ડર પણ ગણાવી શકાય. એક સાવ નાખી દીધા જેવું ઓપરેશન કરવાનું હોય તો પણ સર્જનની સમગ્ર ચેતના એમાં જ કેન્દ્રિ‌ત થયેલી હોય છે, પણ ડો. સુથારની ચેતના અત્યારે સામે ઊભેલી યુવાન, રૂપાળી નર્સના આ સુંવાળા સ્પર્શમાં કેન્દ્રિ‌ત થઈ ગઈ. બંનેએ ગાઉન પહેરેલાં હતાં, આખો ચહેરો અને માથું ઢંકાય તેવાં કેપ-માસ્ક ધારણ કરેલાં હતાં, હાથના પંજાઓ પણ રબ્બરના ગ્લોવ્ઝથી ઢંકાયેલા હતા, આટલા બધાં 'ઈન્સ્યુલેટર્સ’ હોવા છતાં ડો. સુથારને વીજળીના કરન્ટ જેવો અનુભવ થયો.

જાણે વિદ્યુતનું વહન કરતાં બે જીવંત તારના છેડા એકબીજાને અડકી ગયા એમણે એક અછડતી નજર નર્સના મોં તરફ ફેંકી લીધી. જે દસેક ટકા જેટલો લિસ્સો, ગોરો ભાગ દેખાતો હતો એ ડો. સુથારને મોહિ‌ત કરી નાખવા માટે પર્યાપ્ત હતો. એમણે ત્યાં ઊભેલા પાંચ-સાત અન્ય લોકોની હાજરીની પરવા કર્યા વિના જ બેધડક પૂછી લીધું, 'સિસ્ટર, શું નામ છે તારું?’ (ડો. સુથાર એક સિનિયર સર્જન હતા, પરણેલા હતા, શહેરમાં ખૂબ હોશિયાર ડોક્ટર તરીકે ખ્યાતનામ હતા. એટલે એમની સાથે નગરજનો, દરદીઓ તેમ જ નર્સિંગ સ્ટાફ પણ ભારે આદર અને અદબથી વાત કરતા હતા.) 'મેનકા.’ નર્સે ટહુકા જેવા મીઠા સૂરમાં જવાબ આપ્યો. 'હં... સુંદર નામ છે... રૂપની સાથે 'મેચ’ થાય તેવું.’ ડો. સુથાર આટલું બોલીને પાછા ઓપરેશનમાં ડૂબી ગયા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...