તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં ને સદા આછું મલકતા હું, તમે ને આપણે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં ને સદા આછું મલકતા હું, તમે ને આપણે

- કોઇ કારીગર મરી જાય ત્યારે તેના ફેમિલીને ચાર-પાંચ લાખ મળે એ રીતે સેટિંગ કરી આપો...’, ‘નો પ્રોબ્લેમ...’ સતીશે ઉત્સાહથી જવાબ આપ્યો અને મનોશન ગણતરી કરીને કહ્યું, ‘બધાને પાંચ લાખનો વીમો આપીએ તો તમારે દર વર્ષે પાંચેક લાખનો ખર્ચ કરવો પડે...’


રાત્રે નવ વાગ્યે ડોરબેલનો અવાજ સાંભળીને શ્રદ્ધા ઊભી થઇ. બારણું ખોલ્યું કે તરત સુખદ આશ્ચર્યથી એનો ચહેરો મલકી ઊઠ્યો. ‘અરે વાહ!...’ સામે ઊભેલા રાજેશ અને રેખાને એણે આવકાર આપ્યો. ‘જમીને બેઠાં હતાં અને થયું કે આજે શ્રદ્ધા અને સતીશભાઇને હેરાન કરીએ...’ રેખાએ સોફા ઉપર બેસીને ચારે બાજુ નજર ફેરવીને શ્રદ્ધાને પૂછ્યું. ‘સતીશભાઇ હજુ નથી આવ્યા?’

‘એમણે બ્રાન્ચ મેનેજર તરીકે જોબ રોટેશન લીધું ત્યારથી ઉપાધિ છે. દર મહિને ટાર્ગેટ પૂરો કરવાના ટેન્શનમાં બી.પી. વધી જાય છે. એમાંય હવે તો માર્ચ આવશે એટલે રોજની હૈયાહોળી...’ ડોરબેલ રણકી એટલે શ્રદ્ધા બોલતી અટકી. ‘લ્યો, સાહેબ આવી ગયા...’ એણે બારણું ખોલ્યું. સતીશે આવીને બ્રિફકેશ બાજુ પર મૂકી. ટાઇ કાઢી નાખી અને બુશર્ટનાં ઉપરનાં બે બટન ખોલી નાખ્યાં. ‘હાશ!...’ હળવો થઇને એ સોફા પર બેઠો. ‘ક્યારે આવ્યા તમે?’ એણે રાજેશને પૂછ્યું. ‘બસ, પાંચેક મિનિટ થઇ. જમીને નવરાં બેઠાં હતાં એટલે આવી ગયાં...’ ‘આ અંચઇ કહેવાય...’ સતીશે મીઠા ગુસ્સાથી કહ્યું, ‘ભલા માણસ, જમીને કેમ આવ્યાં? સાંજે ફોન કરી દીધો હોત તો ચારેય સાથે જમતાં...’

‘શ્રદ્ધાબહેન તારા જ વખાણ કરતાં હતાં.’ રાજેશે હસીને કહ્યું, ‘આખી દુનિયાનો ભાર માથે લઇને ફરે છે... અલ્યા, મારે લાયક કંઇ કામકાજ હોય તો કહેજે. ’ રાજેશનો કારોબાર કલર-કેમિકલનો હતો.

‘કામ તો શું હોય? વીમાનો ધંધો લાવીને ટાર્ગેટ પૂરો કરવાનો હોય. મારે બધા ડેવલપમેન્ટ ઓફિસર્સને એવી રીતે દોડાવવાના કે એ એમના એજન્ટોને દોડાવે... તારું સર્કલ મોટું છે. કંઇ થાય એવું હોય તો કહેજે...’

‘શ્યોર...’ રાજેશે એ વખતે વચન આપ્યું અને ત્રીજા જ દિવસે એણે સતીશને ફોન કર્યો. ‘સતલા, તાંરુ કામ થઇ ગયું.. વાયા વાયા વાત કરી તો એક ભાઇએ કહ્યું કે એમની ફેક્ટરીમાં છસો માણસો કામ કરે છે એ બધા કારીગરોનો વીમો લેવાની એમની ઇચ્છા છે...’

લોટરીનું ઇનામ લાગ્યું હોય એમ સતીશ ખુરસીમાંથી ઊભો થઇ ગયો. ‘છસ્સો માણસનો વીમો?...’ સુખદ આશ્ચર્યથી એણે ખાતરી કરવા પૂછ્યું. ‘ખરેખર? પાર્ટી જેન્યુઇન છે?’ ‘સો ટચના સોના જેવો રાજા માણસ છે. તું ફ્રી થાય ત્યારે આવી જા. મળી આવીએ...’ ‘વીસ મિનિટમાં જ આવું છું...’ ફોન મૂકીને સતીશે કાર સ્ટાર્ટ કરી. એ રાજેશની પેઢી ઉપર પહોંચ્યો ત્યારે રાજેશ તૈયાર જ હતો.

mahesh_yagnik@yahoo.com