તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમય સમયની લીલાઃ આ યુવાને સમયને પારખી કર્યો ધડાકો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુડ મોર્નિંગ...
- જીવનની દોડધામમાં જાતને વિસરી જવી એ કંઇ નવી વાત નથી, પણ ક્યારેક ભૂતકાળમાં નજર કરવી પણ જરૂરી છે. અતીતની સ્મૃતિ સ્મિત કરવાની તક પ્રદાન કરે છે.


આળસ મરડતાં મરડતાં જ નજર એલાર્મક્લોક પર ગઇ અને તેમાં સમય જોતાં જ ઊંઘ ભાગી ગઇ. 'ઓહ ગોડ ફરી સાડા છ વાગી ગયા.’ દરિયાની સપાટી પરથી જાણે કચરો દૂર કરતો હોય તેમ એણે રજાઇ દૂર કરી. ચહેરાને ફેસવોશથી ધોવાની અને વાળમાં આંગળીઓ ફેરવવાની જ જરૂર હતી. બાકીનું કામ ડીઓએ પૂરું કરી નાખ્યું અને જે કંઇ બાકી રહી ગયું હતું તે ઓફિસના વોશરૂમ માટે હતું. ઝડપથી દોડતાં શિરીષે અગિયાર નંબરની બસ આખરે પકડી લીધી. આ બસ શિરીષની ઓફિસના દરવાજા પાસેથી જ પસાર થતી હતી.

બસમાં ચડયા પછી ઊંડો શ્વાસ લેતાં એ મનોમન બોલ્યો, 'થેંક ગોડ બસ તો મળી ગઇ....’ પછી આમતેમ નજર ફેરવી તો એક યુવતી બેઠી હતી. શિરીષે મોં બગાડતાં કહ્યું, 'બસ મળી ગઇ.’ યુવતી પણ બધું સમજી ગઇ હતી, એટલે સ્મિત કર્યા વિના ન રહી શકી. મોટા મોટા શહેરોના આ નાના નાના વાહનોની વાત જ કંઇ અનેરી છે. બે-ચાર ધક્કામાં કોણ અંદર આવ્યા અને કોણ ઊતરી ગયા તેની કંઇ ખબર ન પડે, પણ આ કંડક્ટર પણ ખરા હોય છે. ટિકિટ લીધી ન હોય એવા લોકોને તરત જ ઓળખી જાય છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.......