તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદામડી: વૃંદાએ વાત આગળ ન વધારવા પતિને આંખથી જ આજીજી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
"પપ્પા, વૃંદાની અને મારી બન્નેની જોબ શહેરના બીજા છેડે છે. આવવા જવામાં સહેજે બે કલાક જતા રહે છે. એ તરફ ઘર હોય તો સહેજે આ બે કલાક રોનકના અભ્યાસ પાછળ ફાળવી શકાય. મારું અને વૃંદાનું સેવિંગ તો છે જ અને લોન પણ મળી શકે તેમ છે.’ હંમેશની જેમ વંદન રોહિતભાઈ અને મીનાબહેનને સમજાવી રહ્યો હતો.‘અને આ આવડું મોટું ઘર? અમે અહીંયાં પાંત્રીસ વર્ષથી રહીએ છીએ, તમને અહીંયાં રહેતાં વાંધો આવે છે? જુદા થવાની વાત કરી છે તો મારું મર્યું મોં જોશો.’ દર વખતની જેમ મીનાબહેન દીકરા ઉપર તાડૂક્યાં. દર વખતની જેમ જ મીનાબહેનના મિજાજથી પરિચિત રોહિતભાઈએ મૂંગા રહેવામાં શાણપણ માન્યું, તો હંમેશની જેમ વૃંદાએ વાત આગળ ન વધારવા પતિ વંદનને આંખથી જ આજીજી કરી.

બે દિવસ પછીના રવિવારની સવારે ચા નાસ્તાના સમયે અચાનક રોહિતભાઈ શાંતિનો ભંગ કરીને બોલ્યા, ‘બેટા વૃંદા, આજે તારે અને વંદનને રજા છે, તો સવારે જ નીકળી જાઓ. તમારા જોબવાળા એરિયામાં સારી ફ્લેટ્સની સ્કીમ છે. આ જુઓ હું થોડા ફ્લાયર લેતો આવ્યો છું.’

વંદન અને વૃંદાના ગયા પછી ફૂંગરાયેલા ચહેરે બેઠેલાં મીનાબહેનનો હાથ પકડીને રોહિતભાઈ એમને ઘરની પાછળ આવેલા બગીચામાં લઈ ગયા. અડધો સુકાયેલો બદામડીનો છોડ બતાવીને એમને મીનાબહેનને કહ્યું, ‘આ છોડ તમને ગમે છે, પણ માળી કહેતો હતો કે એને સરખી રીતે ઉછેરવો હોય તો આંબાથી દૂર વાવવો પડશે. આંબાની છાયામાં એ પોતાની રીતે વિકસી નહીં શકે.’

‘વૃંદા બેટા, તમે લોકો ત્યાં રહેવા જાઓ ત્યારે અહીંથી જે કાંઈ વાસણકૂસણ જોઈએ એ લઈ જજો એટલે તમને તાત્કાલિક કોઈ ખર્ચો નહીં.’ સાંજે ડિનર વખતે મૌન તોડવાનો વારો મીનાબહેનનો હતો.
‘અરે મમ્મી! પહેલાં તમે ફ્લેટ જોવા આવો તો ખરાં, મેં વંદનને ચોખ્ખું કહ્યું છે કે મમ્મી-પપ્પાને બતાવ્યા વગર ડિપોઝિટ નથી મૂકવી.’ વૃંદા ચહેકી ઊઠી. મૂંગા મોઢે બેઠેલા રોહિતભાઈ તરફ ફરીને મીનાબહેન બોલ્યાં, ‘રઘુને કહી દેજો કે મોડું થઈ જાય એ પહેલાં બદામડી બીજી જગ્યાએ વાવી દે.’ અને મીનાબહેનના હોઠને ખૂણે ઝબકેલા સ્મિતને આધેડ વયના રોહિતભાઈએ નજરોથી પંપાળી લીધું.
henkcv12@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો