Home » Magazines » Dharma Darshan » dongreji maharaj amritvani

પૂ. ડોંગરેજી મહારાજની અમૃતવાણી

Divyabhaskar.com | Updated - Nov 27, 2010, 09:11 PM

જેમનું જીવન શુકદેવજીની જેમ નિ:સ્વાર્થ હતું. શ્રીકૃષ્ણનું ધ્યાન, સેવા અને સ્મરણમાં જેઓ સદાય લીન રહેતા હતા તેવા કથાકાર પૂ. ડોંગરેજી મહારાજની....

  • dongreji maharaj amritvani
    dongreji maharaj amritvaniજેમનું જીવન શુકદેવજીની જેમ નિ:સ્વાર્થ હતું. શ્રીકૃષ્ણનું ધ્યાન, સેવા અને સ્મરણમાં જેઓ સદાય લીન રહેતા હતા તેવા કથાકાર પૂ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમની અમૃતવાણી. ઇચ્છાઓ અપાર છે સાંસારિક વાસના જાગે કે પાપ શરૂ થાય છે. ઇચ્છાઓ એક સંતોષાય તો બીજી જાગૃત થાય. સદ્માર્ગે વાળે તે શુભેચ્છા. પરમાત્માની આજ્ઞાથી ચાલનારને પ્રકૃતિ અને પંચતત્વ પણ સાથ આપે છે. સુખ-સમૃદ્ધિ પ્રારબ્ધમાં હોય તેટલી જ મળે છે. જે ધન અને સાંસારિક વાસનાને યાદ કરે છે તેનું મન બગડે છે. કોઇની પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. જીવનની સફળતા પરમાત્માની જેના પર કૃપા વરસે છે, તેમને જ જીવનની સફળતા મળે છે. માનવીનાં વાણી અને મન સંસારની ચીજવસ્તુઓની પ્રશંસા કરવાથી બગડે છે. તે જ વાણી અને મન ઇશ્વરની વાતો કરે તો જ સુધરે છે. પરમાત્માની પ્રાપ્તિ સૌ મેળવી શકે છે. પરમાત્માને સર્વરૂપ માનનાર પ્રભુમાં સૌને જોનાર-અનુભવ કરનાર વૈષ્ણવો દુર્લભ છે. જ્યાં ભોગ છે, ત્યાં રોગ છે જે ખીલે છે તે કરમાય છે, ઉન્નતિ સાથે જ અવનતિ પણ હોય છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ પણ છે જ. સંસારનાં પ્રત્યેક સુખમાં દુ:ખ સમાયેલું છે. પરમાત્મા સિવાય સંસારમાં સુખ-શાંતિ નામની કોઇ પણ વસ્તુ છે જ નહીં, જેથી જ્ઞાનીભક્તો સંસારને તુચ્છ સમજે છે. સંસારની કોઇ વસ્તુ ભોગવવા લાયક નથી જ કારણ કે તેના દરેક ભોગમાં રોગ રહેલો છે. પરમાત્માનો સંયોગ પ્રાપ્ત થયા બાદ ક્યારેય વિયોગ થતો નથી. શ્રીકૃષ્ણનું ચિંતન કરવાથી જીવન આનંદરૂપ બની જાય છે. લગ્નમર્યાદા લગ્ન સંસ્થા એક મર્યાદા છે. જેના કારણે એકબીજાને એકમાં મન સ્થિર થાય છે. બ્રાહ્નણ અને અગ્નિની ઉપસ્થિતિમાં લગ્ન થાય છે. પતિ-પત્નીને એકબીજામાં મન સ્થિર કરવા માટે જ લગ્ન છે. જેનું મન માત્ર ને માત્ર પોતાની પત્નીમાં જ સ્થિર છે તે ગૃહસ્થ સાધુ છે. જગતનાં તમામ સ્ત્રી-પુરુષોમાં લક્ષ્મીનારાયણની ભાવના રાખવી જોઇએ. આંખ અને મનની પવિત્રતા જાળવવા માટે લગ્ન છે. જીવ અને ઇશ્વરની મિત્રતા જીવ અને ઇશ્વરની મિત્રતા જ સાચી હોય છે. જીવ જમીન ખેડે છે, ઇશ્વર વરસાદ વરસાવે છે. માનવી બી વાવે છે, અંકુર ઇશ્વર પેદા કરે છે. માનવી ઊંઘી જાય છે ઇશ્વર સ્વયં જાગીને તેનું રક્ષણ કરે છે. ભોજનક્રિયા યજ્ઞ સમાન છે જઠારાગિ્નની આહુતિ ભોજન છે. ઇશ્વરસ્મરણ સહિતનું ભોજન ભજન સમાન છે. જીભના ચટાકા માટે જે ભોજન કરે છે તે પાપ કરે છે. ભોજન અને ભજનમાં સમદ્રષ્ટિ રાખવાથી આજીવન દિવ્ય બને છે, ધન્ય બને છે. પેટની જરૂરિયાત સંતોષવી જોઇએ, જીભની નહીં. ‘અન્ન બ્રહ્ન છે’ તેની નિંદા કરવી નહીં. ભગવાનને થાળ કર્યા પછી ભોજનમાં ફેરફાર ન કરો. અન્નને પ્રસાદી સમજી ગ્રહણ કરો. ઇશ્વર સ્મરણ સાથે ભોજન કરવાથી યજ્ઞનું ફળ મળે છે. કીર્તિની પણ વાસના હોય કંચન, કામિની અને કલદારનો ત્યાગ કરી સાધુ, સાધના, સત્સંગ કરીને સિદ્ધિ-શક્તિ મેળવો. આ સિદ્ધિ-શક્તિ જગત સમક્ષ રજૂ કરવાથી તે પ્રસિદ્ધિમાં ફેરવાય છે. કીતિgની વાસના છોડવી જ્ઞાની માટે કિઠન છે. ગૃહસ્થને માયા કામસુખમાં અને સાધુને માયા કીતિgમાં ફસાવી રાખે છે. જેને સંસારમાં માન મળે છે, તે મીઠું લાગે છે પરંતુ તેનું પતન થાય છે. માન-અપમાનમાં જેનું મન શાંત-સ્થિર રહે છે, તે જ ભક્તિ કરી શકે છે. રમણ ગજજર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Magazines

Trending

વીડિયો વધુ જુઓ