તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળાઇ -પત્નીનાં કહેવાથી એભલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલાપુરમાં અનવર શેઠની વાડીનો મોહન બહુ જુનો ભાગિયો હતો. શેઠને મોહન પર બહુ વિશ્વાસ હતો. મોહનને સંતાનમાં બે પુત્રીઓ જે સાસરે હતી. સૌથી નાનો છોકરો એભલ હતો. એ નજીકનો તાલુકો વિજયનગર આવ-જા કરીને સ્ટાર બેરિંગ પ્રા.લિ.માં નોકરી કરતો હતો.

દોલતપુરના જસમત પગીની પુત્રી મંજુલા એભલને પસંદ પડી. બંનેએ લગ્ન કરી લીધા. તાજી પરણીને આવેલી મંજુલા પણ એના સાસરિયામાં હક્ક જમાવવા પ્રયત્ન કરવા લાગી અને બધો વ્યવહાર એણે લઈ લીધો. મંજુલાને બાલાપુર જેવા ગામડામાં રહેવું નહોતું. એટલે એક દિવસ એણે એભલને વિજયનગર રહેવા જવા દબાણ કર્યું. પત્નીનાં કહેવાથી એભલ જરૂરી સામાન સાથે વિજયનગર રહેવા આવી ગયો. સ્ટેશન પાસેની સોસાયટીમાં એને માંડ માંડ મકાન ભાડે મળ્યું. સવારે એભલ નોકરી પર જાય પછી મંજુલા સાવ એકલી પડી જતી હતી. તેથી તેણે એક સ્કૂલમાં નોકરી શોધી લીધી. મોજ મસ્તી3થી રહેવામાં બે વર્ષ વહી ગયાં.

એક દિવસ સ્ટેશન વિસ્તારની પોલીસ ચોકીમાં પી.આઈ. રાજદેવ સાહેબ વહેલી સવારે પાંચ વાગ્યે ઘરે જવા નીકળતા હતા બરાબર ત્યારે જ એભલે આવી કકળાટ કરી મૂક્યો. એભલના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. એણે રડમસ અવાજે કહ્યું, ‘સાહેબ, મારા ઘરે લૂંટ થઈ છે. મને અને મારી પત્નીને ઘાયલ કરી એ નાશી ગયા છે.’ ઘટનાની ગંભીરતા સમજી રાજદેવ સાહેબ પોતાની ટીમ સાથે લઈન એભલને ત્યાં આવ્યા.

રૂમના ફર્શ પર મંજુલાની લાશ પડી હતી. તેની આંખોના ડોળા બહાર નીકળી આવેલા હતા. એ જોતાં જ રાજદેવ સાહેબને ખ્યાલ આવી ગયો કે હત્યા ગળું દબાવીને કરાઈ છે. અન્ય નિરીક્ષણ કર્યું તો અલમારી તૂટેલી હતી. સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. એભલના કહેવા મુજબ અલમારીમાં રાખેલો સોનાનો સેટ અને વીસેક હજાર રોકડ લુટારુ લઈ ગયા હતા. અન્ય કાર્યવાહી પૂર્ણ કરી એભલનું નિવેદન લેવાયું. જેમાં એણે જણાવ્યું કે રાત્રે હું અને મારી પત્ની મંજુલા રૂમમાં સૂતાં હતાં. મોડી રાત્રે કોઈએ બારણું ખખડાવ્યું તો મંજુલા ઊઠી કોણ છે એ જોવા ગઈ. એણે બારણું ખોલ્યું એ સાથે બે બુકાનીબંધ લુટારુ અંદર ધસી આવ્યા. એના હાથમાં બંદૂક હતી,

તેથી મંજુલાએ ચીસ નાખી. સાંભળી હું સફાળો જાગી ગયો. તરત દોડી બહાર આવ્યો. જોયું તો એક લુટારુ મંજુલાનું ગળું દબાવી રહ્યો હતો. મંજુલાને બચાવવા મેં લુટારુનો પાછળથી કાંઠલો પકડ્યો. ત્યારે બીજા લુટારુએ મને બંદૂકનો કુંદો માથામાં માર્યો. મને તમ્મર ચડી ગઈ. હું જમીન પર પડ્યો ને બેભાન થઈ ગયો. પછી શું થયું એ મને ખબર નથી. ભાનમાં આવ્યો તો લુટારુ મંજુલાને પતાવી લૂંટ કરી ભાગી નીકળ્યા હતા.

મંજુલાના હત્યારાને શોધવા સુરાગ મળતો ન હતો. સાહેબે તપાસ કરી તો જાણવા મળ્યું કે દારૂ જ એક એભલની નબળાઈ હતી. મંજુલાના મોત પછી એ વધારે પીતો હતો. જોકે, પોલીસને તેની પર શંકા હતી, પણ કોઈ સંગીન પુરાવા વગર તેને કેમ પકડવો? તેની એક વાત સારી હતી કે એ રોજ શાંતુડીના પીઠામાંથી દારૂની પોટલી લઈને ઘરે આવી પીતો હતો. આમ, રોજ પીઠામાં જતાં આવતાં એક અન્ય ગ્રાહક કલવા નામના માણસ સાથે એભલને દોસ્તી જામી. બન્ને પીઠામાં ન બેસતાં એભલને ત્યાં જ બેસી પીને વાતોના ગપાટા મારતા.

એમાં એક વાર કલવો અંગ્રેજી વ્હિસ્કીની બોટલ લાવ્યો. એભલ તો રાજી થઈ ગયો. એણે ચાર-પાંચ પેગ લગાવ્યા ત્યારે કલવે એભલને ફરિયાદ કરતાં વાત કરી કે એની પત્ની લાખુને એક ટ્રક ડ્રાઇવર સાથે આડો સંબંધ છે. મેં એને બહુ સમજાવી પણ સંબંધ મૂકતી નથી. મારી આબરૂનો ધજાગરો કરે છે. હવે લાખુનું શું કરવું? ‘જો દોસ્ત, એક વાત કરું, મારેય મારી પત્ની મંજુલાને એની સ્કૂલના વોચમેન સાથે સંબંધ થઈ ગયો હતો.

એક બે વખત એને સમજાવી, પણ પાછી વળી જ નહીં. અંતે કંટાળી એક વાર રાત્રે એ સૂતી હતી ને સાલીનું ગળું દબાવીને પતાવી દીધી. પછી લુટારુ આવ્યાની ખોટી વાત ફેલાવી હું બચી ગયો. આજકાલ બે મહિના થયા પછી પોલીસ ફાંફાં મારે છે હત્યારાને શોધવા માટે. તારેય મારી જેમ કરી નખાય.’ નશામાં વાત કરતાં કરતાં એભલ જામી ગયો. બસ, બીજા જ દિવસે મંજુલાના હત્યારા એભલને તેના ઘરેથી ગિરફ્તાર કરાયો. કલવો રાજદેવ સાહેબનો ખાસ માનીતો ખબરી હતો. એભલને એની દારૂ પીવાની નબળાઈ નડી ગઈ.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો