તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળા હાથ: મા-દીકરા વચ્ચે વાત ચાલતી હતી ત્યાં જ પ્રદીપ સર આવી ચડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
"મમ્મી! હવે હદ થાય છે હોં. મને તો કહેતાંય શરમ આવે છે. તું પ્રદીપ સર સાથેનો સંબંધ બંધ કરી દે તો સારું.’ પુત્ર આલોકની વાત સામે તેની મમ્મી કમળાદેવી બોલી, ‘આલોક, તું તારું કામ સંભાળ, શું સારું છે ને શું નથી એ હું જાણું છું.’

‘પણ મારા પપ્પાની આબરૂનો તો વિચાર કર, લોકો વાતો કરી મારી તરફ આંગળી ચીંધે છે. માટે તું સમજીને સુધરી જા નહીંતર...’
‘નહીંતર તું શું કરી લેવાનો છે બોલ. આ તો તું મારો પુત્ર છે તો પુત્ર બનીને રહે. હજુ આ બધી પ્રોપર્ટી મારા નામે છે. કાઢી મૂકીશ તને અને તારી વહુ બન્નેને સમજ્યો.’

‘પુત્ર બનીને રહું છું એટલે જ કહું છે કે તમારા માટે આ શોભનીય નથી. મર્યાદામાં રહો તો સારું.’ આમ, મા-દીકરા વચ્ચે વાત ચાલતી હતી ત્યાં જ પ્રદીપ સર આવી ચડ્યા. તરત કમળા એને લઈને બીજા માળે એના બેડરૂમમાં આવી. ચાલીસી વટાવી ચૂકેલી કમળાદેવી પરા વિસ્તારમાં આવેલ હેવનપાર્કમાં બંગલા નંબર સાતમા પુત્ર આલોક અને પુત્રવધૂ રાગિણી સાથે રહેતી હતી. એના પતિ પ્રવીણકુમાર એક સ્થાનિક ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સર્વિસ કરતા હતા, પણ ચાલુ સર્વિસે એમને સ્કૂલમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં એ ગુજરી ગયેલા હતા, તેથી સ્કૂલવાળાઓએ મળીને રહેમરાહે પ્રવીણકુમારની જગ્યાએ કમળાદેવીને સર્વિસમાં લીધી હતી. આલોક વ્હિકલ ઇન્સ્યોરન્સ એજન્ટ હતો.

કમળાદેવી સર્વિસ જવા માટે રોજ સવારે સીટી બસનો સહારો લેતી હતી. ત્યારે એની સામેની એક ઓફિસમાં એકાઉન્ટ સંભાળતો પ્યારેલાલ એને હંમેશાં મળતો અને અવારનવાર કમળા સિટી બસ સ્ટોપ પર ઊભી હોય અને પ્યારેલાલ ત્યાંથી સ્કૂટર પર નીકળે એટલે કમળાને અચૂક લિફ્ટ આપે. પ્યારેલાલ હસમુખ, ભોળી મુદ્રા અને રંગીન મિજાજી હતો. સામે કમળા પતિના અવસાન બાદ એકલતા અનુભવી રહી હતી. એ એકલતા દૂર કરવા ફાંફાં મારતી હતી. એમાં પ્યારેલાલ મળતાં ધીરે ધીરે બન્ને વચ્ચે અંતર ઘટતું ગયું.
બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. એ સાથે હરવા-ફરવા લાગ્યાં. રાત્રે બહાર હોટલમાં સાથે સાથે રહેવા લાગ્યાં. તે પછી તો પ્યારેલાલનાં પગલાં છેક કમળાના ઓરડે આવી પહોંચ્યાં. પ્યારેલાલને પરિવારમાં નવી પત્ની કુસુમ અને જૂનીનો યુવાન પુત્ર જયંત હતો. એ દબંગ સ્વભાવનો હતો. એક-બે વાર જેલમાંય જઈ આવ્યો હતો. હવે પ્યારેલાલ ટાઇમ-બિનટાઇમ ગમે ત્યારે ઘરે આવે. આમ, મમ્મી સાથેની મુલાકાતો આલોકને પસંદ ન હતી. જેને લઈને મા-દીકરાને અવારનવાર સંઘર્ષ થતો, પણ કમળા પાસે એનું ચાલતું ન હતું. આમ ઘરમાં તનાવયુક્ત સમય સરતો રહ્યો અને એક દિવસ અચાનક જ પ્યારેલાલની હત્યા થઈ ગઈ. એ કમળા સાથે રાત્રે ગાર્ડનથી ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્યારેલાલ સિગારેટ લેવા ગયો ને વળતા કોઈ એને કારની ઠોકરે ચડાવી નાશી ગયું. પ્યારેલાલને માથામાં વાગવાથી હેમરેજ થતાં એનું મૃત્યુ થયું હતું.
રાજદેવ પોલીસ અધિકારી પ્યારેલાલની હત્યાની તપાસ ચલાવી રહ્યા હતા. કારવાળાની શોધ ચાલુ હતી. કમળાદેવીનો ઇશારો આલોક તરફ શંકા વ્યક્ત કરતો હતો, તેથી રાજદેવસાહેબે આલોકની ફરીને પૂછપરછ કરી. સવાલો ઊલટાસુલટા કરીને પૂછ્યું, પણ આલોકે શાંતિથી જવાબ આપ્યા. ખબરી તરફથી માહિતી મળી કે કમળાદેવીના પ્રેમી પ્યારેલાલ અને એના પુત્ર જયંત વચ્ચે ચાર-પાંચ દિવસ પહેલાં ઝઘડો થયો હતો. લગભગ ઝઘડાનું કારણ કમળા અને પ્યારેલાલનો અવેધ સંબંધ હતો. બસ રાજદેવસાહેબનો હુકમ થતાં જ જયંતને ઘરેથી ઝડપી લીધો.
ઓફિસે લાવી એની પૂછપરછ કરી, પણ એ મેં હત્યા નથી કરીની વાત પકડીને બેઠો રહ્યો. ત્યારે રાજદેવે મિજાજ બદલ્યો ત્યારે જયંત ભાગી પડ્યો. પ્યારેલાલની હત્યા કબૂલ કરતાં એ બોલ્યો, ‘સાહેબ, મને ખબર છે કે પોલીસ મને પકડી લેશે જ છતાં મેં એક આત્મહત્યા અટકાવવા માટે એક હત્યા કરી.’ ‘એટલે?’ ‘એટલે વાત એમ છે કે આલોક મારી પાસે આવ્યો હતો. એણે મને વાત કરી કે એની મમ્મી અને મારા પપ્પાને જે સંબંધ છે એ બંધ કરી દે, પણ એની મમ્મી માનતી નથી. તો દોસ્ત, તું તારા પપ્પા પ્યારેલાલને સમજાવને કે સંબંધ છોડી દે. નહીંતર હવે હું કંટાળીને આત્મહત્યા કરી લઈશ. કારણ મારાથી હવે સહન થતું નથી. મારો બાપ સમજ્યો નહીં ને મારે કાળા હાથ કરવા પડ્યા.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો