તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરે! લીમડો ક્યાં ગયો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગલીના નાકે લીમડો દેખાતો હતો, પરંતુ આજે દૂરથી જોતાં જ તેમનો જીવ અધ્ધર થઇ ગયો. પોતાના ઘરનો ગેટ ખોલતાં જ જોયું તો ફળિયામાં લીમડાની જગ્યાએ પણ ટાઇલ્સ જડાઈ ગઈ હતી. છેવટે પુત્રોને મોકો મળી જ ગયો. એ તો ચારધામની યાત્રા કરવા નદીકિનારાનાં જંગલો અને રમણીય કુદરતી દૃશ્યો જોવા ગયાં હતાં. આજકાલ શહેરોમાં ઝાડ-પાન ભાગ્યે જ જોવા મળે છે અને દીકરાઓએ ઘરનું એકનું એક વૃક્ષ પણ કાપી નાખ્યું. તેમના મોંમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, ‘અરે! મારો લીમડો ક્યાં ગયો?’
એ તો ચારધામની યાત્રા કરવા અને રમણીય કુદરતી દૃશ્યો જોવા ગયાં હતાં. આજકાલ શહેરોમાં ઝાડ-પાન ભાગ્યે જ જોવા મળે છે અને દીકરાઓએ ઘરનું એકનું એક વૃક્ષ પણ કાપી નાખ્યું. તેમના મોંમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, ‘અરે! મારો લીમડો ક્યાં ગયો?’

દીકરા-વહુને જ્યારે પૂછ્યું તો તેઓ દલીલ કરવા લાગ્યાં, ‘ઘરમાં એસી તો ફિટ કર્યું છે, જગ્યાની તાણ પડતી હતી, આંગણામાં તડકો જ નહોતો આવતો અને પાંદડાંનો કચરો થતો હતો.’ આવી દલીલો સાંભળીને તે તમતમી ઊઠ્યાં, ‘બધી જમીન તમને જ જોઈએ છે, ઝાડ-પાનનો કોઈ અધિકાર નથી આ જમીન પર?’

તેમણે જ આ લાંબો પહોળો પ્લોટ ખરીદ્યો હતો. સસ્તાનો જમાનો હતો. જરૂરિયાત માટે ત્રણ રૂમ બનાવડાવ્યા હતા અને બાકીની જમીન પર પતિ-પત્ની બાગકામ કરતાં હતાં. છત પર દૂધી, ગલકાંની વેલ ચડાવી હતી અને ક્યારામાં રીંગણ, ટામેટાં, મરચાંના છોડ વાવ્યા હતા. બગીચામાં ફૂલ એટલાં ઊગતાં હતાં કે આસપાસના લોકો ભગવાનની પૂજા માટે લઈ જતા હતા. તુલસી ઉપરાંત મીઠો લીમડો અને કડવો લીમડો પણ હતો.

તેઓ દરરોજ લીમડાને પાણી પાતાં નાનકડા બાળકની જેમ લાડ લડાવતાં અને બસ એવું જ વિચારતાં કે ઝડપથી લીમડાનું ઝાડ મોટું થઈ જાય તો ઉનાળાની રાતે તેની નીચે ખાટલો ઢાળીને બેસીશ. ઝાડ મોટું થતું ગયું. સંતાનો ભણીગણીને નોકરી કરવા લાગ્યાં. પરિવાર મોટો થયો તો રૂમની સંખ્યા પણ વધતી ગઈ. એટલે બગીચાનો મોભો ઘટી ગયો. ટુ વ્હિલરની સાથે ઘરમાં કાર આવી ગઈ ત્યારે સમસ્યા વધી.
કાર પાર્કિંગને કારણે ક્યારેક પાડોશીઓ જોડે જીભાજોડી થતી તો ક્યારેક ઘરમાં જ શીતયુદ્ધ શરૂ થઈ જતું અને દર વખતની માથાકૂટ પછી બે-ચાર ઝાડનો ભોગ લેવાતો, પણ લીમડા સામે આંગળી ચીંધાય ત્યારે તેઓ ઢાલ બની જતા હતા, પરંતુ આજે તેઓ હારી ગયા. કઈ રીતે સમજાવે કે લીમડા નીચે ખાટલો ઢાળીને ઠંડી હવાની મજા માણવાનું સપનું તેમણે ફક્ત પોતાને માટે જ નહીં, પણ કેટલીય પેઢીઓ માટે જોયું હતું. સપનું તૂટી ગયું અને તેઓ નિ:સાસો પણ નાખી ન શક્યાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો