તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધૃષ્ટદ્યુમ્ન અશ્વત્થામા: ગંગા કિનારે એક સૌંદર્યવાન કન્યાને જોઇ તેના મોહમાં પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રકરણ-3

જ્યારે દ્રોણ પરશુરામ પાસે વિદ્યા ગ્રહણ કરતા હતા અને શરદ્વાન ઋષિ તેમના પુત્ર કૃપાને વિદ્યા શિખવતા હતા તે દરમિયાન હસ્તિનાપુરમાં ઝડપથી બનાવો બની રહ્યા હતા. શાંતનુ એક દિવસ શિકાર કરવા ગયા હતા અને તેઓએ ગંગા કિનારે એક અતિ સૌંદર્યવાન કન્યાને જોઇ અને તેના મોહમાં પડી ગયા. આ પ્રેમનો પણ એક ઇતિહાસ છે. સમ્રાટ શાંતનુ, ચન્દ્રવંશી ભરતના વંશજ હતા અને સમ્રાટ પ્રતિપ સૌથી નાના પુત્ર હતા. તેઓનો જન્મ સમ્રાટ શાંતનુની પાછલી ઉમરે થયો હતો. સમ્રાટના મોટા પુત્ર દેવાપિને કોઢ હતો. તેઓ ગાદીનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા હતા, વચેટ પુત્ર વાહિકાએ પોતાનું રાજ્ય છોડીને તેઓના માતા તરફી કાકા ભાલકને ત્યાં રહેવા જતા રહ્યા અને આમ હસ્તિનાપુરની ગાદી શાંતનુને મળી હતી.

શાંતનુ તેઓના પહેલા જન્મમાં મહાભીષ નામના રાજા હતા અને તેઓના પરાક્રમોથી તેઓને સ્વર્ગમાં જવા મળ્યું હતું. એક વખત તેઓને બ્રહ્માના દરબારમાં જવાની તક મળી. ત્યાં બધા દેવો અને ગંગા હાજર હતા. તેઓ બ્રહ્માની સ્તુતિ કરતા હતા અને પવનની એક લહર આવી અને ગંગાના વસ્ત્રો ઉડી ગયા અને તેનું શરીર લગભગ નિર્વસ્ત્ર થઇ ગયું, ત્યાં હાજર રહેલા બધાએ પોતાનાં મસ્તક નીચા કરી દીધા, સિવાય કે મહાભીષએ. બ્રહ્માએ આ જોયું, તેઓને ગુસ્સો આવ્યો અને ગંગાને શ્રાપ આપ્યો.’

તારો જન્મ એક મનુષ્ય તરીકે થશે અને તારે લીધે મહાભીષને માનસિક રીતે બહુ સહન કરવું પડશે, અને તું આ શ્રાપમાંથી ત્યારે જ મુકત થઇશ જ્યારે તારા કર્મોને લીધે મહાભીષ ગુસ્સે થશે.’ મહાભિષએ વિનંતિ કરી કે મારો જન્મ કુરુ સમ્રાટ પ્રતાપિને ત્યાં થાય, બ્રહ્માએ વિનંતિ માન્ય રાખી, તે સમયે વસુઓ ઋષિ વષિષ્ઠ જ્યાં બેઠા હતા તેઓને ઓળંગીને ગંગા પાસે ગયા હતા, વશિષ્ઠે તેઓને શ્રાપ આપ્યો: 'તમે મારું અપમાન કર્યું છે, તમારો જ્ન્મ પૃથ્વી લોકમાં થશે.’

ગંગાજી પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વસુઓ સાથે મુલાકાત થઇ. તેઓ પણ વસિષ્ઠના શ્રાપથી તેજહીન બની ગયા હતા. અને તેમને શ્રાપ મળ્યો હતો કે મનુષ્યયોનિમાં જન્મ લેવો. વસુઓએ હાથ જોડીને પ્રાથના કરી. ‘હે ભગવન, અમારી ભૂલ થઇ છે. અમે તમારા શ્રાપનો સ્વીકાર કરીએ છીએ પણ એક વિનંતિ છે કે ગંગા અમને જ્ન્મ આપે, શાંતનુ પિતા હોય અને જેવો અમારો જન્મ થાય કે અમને મનુષ્ય યોનિમાંથી અમને મુક્તિ મળે.' ગંગાજીએ તેઓની વાત સ્વીકારી અને કહ્યું કે હું તમને મારા ગર્ભમાં ધારણ કરીશ અને તરત જ મનુષ્યયોનિમાથી મુક્ત કરી દઇશ.

તે સમયે ગંગાએ કહ્યું કે મને આ મંજૂર છે પણ હું જ્યારે વસુઓને જન્મ આપવાની છું તો એક વસુ તો જીવિત રહેવો જોઇએ.’ વશિષ્ઠ પ્રસન્ન થઇને બોલ્યા. ’ભલે એમ થાઓ, પણ એ વસુને કોઇ સંતાન નહિ થાય.’ વસુઓએ પણ કહ્યું કે અમે બધા અમારી આઠમા ભાગની શકિત એ આઠમા વસુને આપીશું.’ એક સમયે કુરુ સમ્રાટ પ્રતિપ ધ્યાન ધરીને પ્રાથના કરતા હતા, તે સમયે ગંગા એક સૌદર્યવાન યુવતીનું સ્વરુપ લઇને પૃથ્વી પર આવી. સમ્રાટનું ધ્યાન તૂટ્યું તો સામે એક અવર્ણનીય સુંદરી ઊભી હતી, તે એક દેવ કન્યા જેવી લાગતી હતી અને જાણે કે તે સ્વર્ગમાંથી હમણાંજ આવી હોય તેવી જણાતી હતી. ગંગાએ હાથ જોડ્યા. સમ્રાટે પૂછ્યું: ’હે સુંદરી, તું કોણ છે અને ક્યાંથી આવી છે?' સમ્રાટ, હું ગંગા છું, મેં તમારા અપ્રતિમ પ્રરાક્રમો સાંભળ્યા છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરી વધુ વાંચો....
અન્ય સમાચારો પણ છે...