તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયા: આ વરસની વ્યાખ્યાનમાળા અંતર્ગત એ કોલકાતા આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યારે ભાષણ કરતો ત્યારે સાંભળનારા મંત્રમુગ્ધ તો થતાં જ, પણ પછીથી સુજ્ઞ શ્રોતાઓ એની પ્રશંસા કરતા થાકતા નહીં અને એના મનમાં એ ખ્યાલ દૃઢીભૂત કરાવતા કે એની વાણીમાં સાક્ષાત્ સરસ્વતીનો વાસ છે. જો એમ ન હોય તો રાજ્યની-દેશની સરહદો પારથી એને આટલી માત્રામાં વ્યાખ્યાન આપવા જવાનાં આમંત્રણો જ ન મળતાં હોત! પર્યુષણ પર્વની આ વરસની વ્યાખ્યાનમાળા અંતર્ગત એ કોલકાતા આવ્યા હતા. આયોજકો એની શરતોને સહર્ષ સ્વીકારતા. વિમાનમાં મુસાફરી, સારી હોટેલમાં ઊતરવું અને પુરસ્કાર તો ખરો જ. આ બધું સચવાય ત્યાં તેઓ ખુશી-ખુશી જતાં અને જ્ઞાન પીરસતા.વ્યાખ્યાન જ્યાં આપવાનું હતું એ સ્થળે પહોંચવા માટે આયોજકો દ્વારા સમયસર ટેક્સી મોકલી અપાઈ હતી.

ડ્રાઇવર પણ વિવેકી હતો. સવાર-સવારમાં પણ રસ્તાઓ પેક હતા. વારંવાર મોબાઇલમાં સમય જોઈને થોડાક અકળાયેલા મહેમાનના મુખભાવો અરીસામાંથી જ વાંચીને ડ્રાઇવરે કહ્યું, ‘સર, મૈં એક ઔર રાસ્તે સે ચલાકર જાઉંગા, આપ ફિકર મત કરના. ટાઇમ પે પહુંચાઉંગા મૈં આપકો.’ ટેક્સી કોઈક સાંકડી ગલીઓમાંથી સડસડાટ દોડવા લાગી. ડ્રાઇવરે એકદમ સમયસર પહોંચાડ્યા. એણે ડ્રાઇવરની પીઠ થપથપાવીને ધન્યવાદ આપ્યા. ડ્રાઇવરે ફક્ત એટલું જ કહ્યું, ‘સરજી, રિટર્ન મેં ભી મૈં વહી સે ચલાઉ તો આપકો કોઈ દિક્કત નહીં ના, ક્યૂંકી મેરા એક કામ બાકી હૈ. સુબહ આપકો દેર હોતી થી ના તો મૈંને સોચા રિટર્ન મેં નિપટા લૂંગા.
બસ, દસ મિનટ કી તો બાત હૈ સર.’
જીવદયા વિષય પર મનનીય પ્રવચન આપી, તાળીઓનો ગણગડાટ હૃદયમાં ભરીને ફરી એ જ ટેક્ષી, એ જ શોર્ટકટ ગલીઓ. ડ્રાઇવરે એક જગ્યાએ ટેક્ષી પાર્ક કરી. ઝડપથી સામેની ફૂટપાથ પર જતો રહ્યો. વ્યાખ્યાનકર્તાને ડ્રાઇવરના કામમાં દિલચસ્પી જાગી. એણે કારમાં બેઠાં બેઠાં રસથી આખું દૃશ્ય જોયું. મોટા મોટા વાંસના પહોળા-છીછરા ટોપલાઓમાં નાની-નાની મરઘીઓ ઠાંસોઠાંસ ભરી હતી. ઉપર પાતળી જાળીઓથી એને પેક કરી હતી. એવો એક ટોપલો ટેક્ષી ડ્રાઇવરે હાથલારીમાં મુકાવ્યો અને પૈસા ચૂકવીને ઝડપથી ટેક્સીમાં આવી, સ્ટિયરિંગ ધુમાવતા બોલ્યો, ‘સરજી, વીક મેં એક બાર ખુદ કી કમાઈ સે ઇન બેજુબાન પંછીઓં કો ખરીદતા હૂં ઔર શહર સે બાહર ખૂલે મેં છોડ દેતા હૂં. બડા સુકૂન મિલતા હૈ સા’બ.’

જીવદયા પર ફાંકડું વ્યાખ્યાન આપવાના સંતોષ (કે અહમ્)થી ફાટફાટ થતાં સાહેબ ટેક્ષીના અરીસામાંથી દેખાતી ટેક્સી ડ્રાઇવરની આંખોમાં સીધી નજરે જોઈ ન શક્યા અને આ વાતથી બેખબર ડ્રાઇવરે ટેક્સીને મુખ્ય માર્ગ પર લાવી ભગાવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો