• Gujarati News
  • Amrut Putra, Navalkatha By Prakash Trivedi For Sunday Bhaskar Magazine

અમૃત-પુત્ર: નંદિની અને એની વચ્ચેના હજુ એક આવરણને હટાવવો તો રહ્યો જ.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુયોર્ક શહેરની સ્કાયલાઇન, પચીસમા માળની જે ફ્રેન્ચ વિન્ડોમાંથી દેખાતી, એ બારી સામે, સુહાસ દરરોજ નાહીધોઇ ‘હું એક દી’ બનીશ આ ભૂમિનો વિજેતા’ એવા ભાવ સાથે ચિંતન ને મનન કરવા, સૂર્યોદય વધાવતો ઊભો રહેતો હતો. ભલે સૂર્યદર્શન દરરોજ કરવું શક્ય નહોતું. વર્ષના બસો, બસો પચાસેક દિવસે જ શક્ય થતું. બાકી તો મેઘરાજાનું સ્વાગત કરી સંતોષ માનવો પડતો.
આજના દિવસે મેઘરાજાએ મહેરબાની કરી હતી અને ન્યુયોર્કને છાવરવાનું ટાળ્યું હતું.

નાનપણમાં દાદાજીએ શીખવેલો અને ગોખાવેલો ગાયત્રી મંત્ર, અનેક વાર એને આમ બારી પાસે ઊભા રહી બોલવો ગમતો. એનાથી મનને શાંતિ મળતી એ સુહાસે નોંધ્યું હતું.
જોકે એનું ધ્યાન આ મંત્ર જપવામાં હતું નહીં. એનું મન કંઇક ઉદાસ ભાવ ધારી હજુ પૂરું જાગ્રત અવસ્થામાં આવ્યું નહોતું.

ન્યુયોર્ક વધારે વહાલું કે વોશિંગ્ટન? આ દ્વિધા એને કેટલાયે સપ્તાહોથી સતાવી રહી હતી. બંને મહાન શહેરોમાં આમ તો સારું એવું સામ્ય હતું. બંને શહેરો કળાથી ઊભરાતાં હતાં. ન્યુયોર્કમાં જો લિન્કન સેન્ટર હતું તો વોશિંગ્ટનમાં કેનેડી સેન્ટર હતું. ન્યુયોર્કમાં જો મોમા અને મેટ હતા તો વોશિંગ્ટનમાં ઇસ્ટ અને વેસ્ટ ગેલેરી હતાં. ન્યુયોર્કના સ્કાય સ્ક્રેપરો જો સુહાસમાં સ્ફૂર્તિ ઊભરાવતા હતા તો વોશિંગ્ટનનો સ્મિથસોનિયન મોલ એનામાં પ્રેરણા ને ઉત્સાહ ભરી દેતો હતો.

એક જમાનો એવો પણ હતો જ્યારે આ બે શહેરો સાથે મુંબઇનું પણ નામ, સુહાસ એકીશ્વાસે લઇ શકતો, પણ આજે એ શક્ય નહોતું. મુંબઇ બદલાઇ ગયું હતું. ખરેખર તો સુહાસ પોતે બદલાઇ ગયો હતો. મુંબઇ સાથે સાંધતી મુખ્ય કડી જ તૂટી ગઇ હતી. મુંબઇની પેલી કમનસીબ યાત્રા જ એને માટે જવાબદાર હતી. ત્યાર બાદ સુહાસ આ યાત્રા ગોઠવવા માટે પોતાને દોષિત માનતો રહ્યો હતો અને આથી જ મુંબઇ સાથેનો એનો નાતો નહીંવત્ થતો જતો હતો.

હવે જ્યારે એ કોલંબિયા યુનિવર્સિટીનો સ્નાતક ફક્ત ત્રણ વર્ષમાં થઇ રહ્યો હતો ત્યારે ન્યુયોર્ક સાથે પણ લાંબો સંબંધ રાખવાનું કોઇ ખાસ કારણ રહ્યું નહોતું.
એના એપાર્ટમેન્ટને છોડવા એણે માનસિક તૈયારી તો કરવા જ માંડી હતી. એ એપાર્ટમેન્ટને સાચવવા પણ કોઇ તૈયાર હતું. આથી એને તો દૂધ અને દહીં બંનેમાં પગ રાખી શકાય એમ હતું.
મમ્મીના ગયા બાદ આ એપાર્ટમેન્ટ જાણે એને ખાવા ધાતું. પણ સૌથી વહાલી એવી મમ્મીની જ્યાં સઘન યાદ હતી, એને તદ્દન ત્યજવું એને જરાયે જચે એમ નહોતું.
આજે એણે વોશિંગ્ટન જવા નીકળવાનું હતું. પોતાની નવી હોન્ડા એકોર્ડમાં.

ન્યુયોર્કથી વોશિંગ્ટનની મુસાફરી તો એ છાશવારે કરી ચૂક્યો હતો. વર્ષમાં ચાર છ વાર તો ખરી જ. બે, ત્રણ વાર, પહેલાં પહેલાં, એ મમ્મી સાથે ટ્રેનમાં જ ગયો હતો. પણ પછીથી પપ્પા ટિકિટ મોકલતા આથી એ એકલો ઊડીને જતો. મમ્મી લગવાડિયા એરપોર્ટ મૂકી જતી ને પપ્પા રેગન એરપોર્ટ આવી લઇ જતા. એકાદ વાર અે નૂવર્ક એરપોર્ટથી પણ ઊડીને ગયો હતો ને અનેકવાર, ખાસ કરીને મમ્મીના ગયા પછી પોર્ટ ઓથોરિટીથી ગ્રેહાઉન્ડ બસ પકડીને પણ વોશિંગ્ટન ગયો હતો.

આજે એની નવી ગાડીમાં જવું વધુ મુનાસિબ અને સુકર હતું.
વધુ વાંચવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...