બે મિત્રો રેસ્ટોરાંમાં ફિશ ખાવા ગયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મિત્રો એક રેસ્ટોરાંમાં બેઠાં હતાં. બન્નેએ ફિશનો ઓર્ડર આપ્યો. ફિશ ખાઘા પછી એક મિત્ર પાણી પીવા લાગ્યો. આ જોતા જ બીજો મિત્ર બોલ્યો. અરે આ શું કરે છે? પહેલો મિત્ર મુંઝાયો. તેને લાગ્યું કે તેણે કંઇક ખોટું કર્યું છે. આશ્ચર્ય સાથે તેણે બીજા મિત્રને પૂછ્યું શું થયું? બીજો મિત્ર- પાણી કેમ પીધું? પહેલો મિત્ર- કેમ? જમ્યા પછી પાણી તો પીવું જોઇએને? બીજો મિત્ર- હાં, પણ તને ખબર નથી, ફિશ ખાધા પછી પાણી ન પિવાય? પહેલો મિત્ર- કેમ? શું થાય? બીજો મિત્ર- અરે, યાર, ફિશ ખાધા પછી પાણી પીશ તો ફિશ સ્વિમિંગ કરવા લાગશે અને તને પેટમાં ગલગલિયા થશે...!!!