થિયેટરમાં એક દાદા ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા હતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
 
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
 
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
 
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
 
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું 
 
..........
 
એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો.
 
હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ?
 
મગન - નહી, મેં તમને નથી જોયા પણ (પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે