મેનાએ જવું હતું તીર્થયાત્રા પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મેનાની મમ્મીને તીર્થ યાત્રા પર જવું હતું, તો તેણે વિચાર્યું કે પોતાની જવાન પુત્રીને કોની પાસે મૂકીને જાઉં.

બાજુનાં ઝાડ પર એક નાલાયક પોપટ રહેતો હતો, તેની ગુંડાગીરીનાં કિસ્સા જગજાહેર હતા

મેનાની મમ્મીએ વિચાર્યું કે આ નાલાયકને તો મારી છોકરીને દેખરેખ કરવાનું કહી શકાય તેમ નથી...

ત્યાં જ મેનાની નજર નજીકનાં એક બીજા ઝાડ પર બેસેલા બે યુવાન પોપટ પર પડી. તેમાંથી એક પૂજા પાઠમાં લીન હતો. તો બીજો ઇબાદતમાં.

મેનાએ વિચાર્યું- આ બંને સીધાસાદા પોપટ પાસે જ મારી પુત્રીને મૂકી દઉં છું.

મેના એ બંને પોપટ પાસે ગઇ અને બોલીઃ બાળકો હું તીર્થયાત્રા પર જઇ રહી છું, એક મહિના પછી પાછી ફરીશ, શું તમે આટલા દિવસ મારી પુત્રીનું ધ્યાન રાખશો?

બંને પોપટઃ કેમ નહીં આન્ટી. તમે બેફિકર થઇને જાઓ. અમારા માળામાં એક અલગ રૂમ પણ છે.
મેનાઃ બહુ સારૂ. તો આને સંભાળો, ચાલો હું જાઉં છું.

ઇબાદત કરનારો પોપટ બોલ્યો બીજા પોપટને બોલ્યોઃ અરે યાર મજા પડી ગઇ, આપણી દુઆ ખુદાએ સાંભળી લીધી
બીજો પોપટઃ હાં ભાઇ ભગવાને મારી પણ આખરે સાંભળી લીધી...!