પતિ-પત્ની અને પાડોશી, વાંચો રમૂજની ફિરકી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપાંઉ અથવા કિસપત્ની-બગીચામાં થોડું કામ છે, મને મદદ કરીશ?પતિ-તને હું ગાર્ડનર લાગુ છું?પત્ની-શું તું દરવાજામાં હેન્ડલ ફીટ કરી આપીશ?પતિ-શું તું મને કારપેન્ટર સમજે છે?પતિ સાંજે ઓફીસેથી ઘરે આવ્યો ત્યારે તેણે ઉક્ત બધા જ કામ થઇ ગયેલા જોયા.પતિ- આ બધું કોણે કર્યું?પત્ની-આપણા પાડોશીએ.પરંતુ, તેમણે મારી સામે બે ઓપ્શન મુક્યા હતા. કાં તો વડાપાંઉ આપો અથવા તો કિસ.પતિ-મને વિશ્વાસ છે કે તે પાડોશીને વડાપાંઉ જ આપ્યા હશે.પત્ની-તે આવું શા માટે વિચાર્યું? હું કંઇ વડાપાંઉવાળી છું..!!!!------

પાડોશી પત્નીને જોઇ રહ્યો હતો


પત્ની-અરે, સાંભળો છો. આપણી પાડોશમાં રહેવા આવેલા ભાઇ આપણા ઘરમાં ડોકિયા કરીને મને જોવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.પતિ-એ તને એકવાર જોઇ લેશે પછી ક્યારેય આવું નહીં કરે.-----

પતિ ઘરે નથી


પાડોશી-અરે, તમારી આંખોને શું થયું? તે આટલી બધી લાલ કેમ છે અને ચહેરો પણ કેમ ઉતરી ગયો છે?મહિલા-મારા પતિએ મારી ધોલાઇ કરી.પાડોશી-પણ એ તો શહેર બહાર છે ને?મહિલા-હા, હું પણ એવું જ વિચારતી હતી...!!-------------------------------------

ઘરે મોડેથી આવતો પતિ


એક મહિલા પાડોશીને ફરિયાદ કરી રહી હતી કે, તેનો પતિ દરરોજ ઘરે મોડો આવે છે. તેને ખબર પડતી નથી કે, તે ઘરે વહેલો આવવા લાગે તે માટે શું કરવું?પાડોશી-હું તમને એક સલાહ આપું?મહિલા-હાં.પોડોશી-મારા પતિ પણ પહેલાં મોડાં આવતા હતા. એક દિવસ જ્યારે તે રાત્રે ત્રણ વાગે આવ્યાં. તો મે તેમને શ્યામ કહીને બોલાવ્યાં. તે ચોંકી ગયા અને ત્યારથી તે વહેલાં આવવા મંડ્યા.મહિલા-ના હોય? ખરેખર?પાડોશી-કારણ કે, મારા પતિનું નામ સ્મિત છે..!!------

પતિ અંગે વાતો


એક મહિલા -મારા પાડોશી હંમેશા પોતાના પતિ અંગે ખરાબ બોલતાં હોય છે. પણ મારી તરફ જો. મારા પતિ મુર્ખ છે, આળસું છે પરંતુ મે ક્યારેય તેના વિશે ઘસાતું કહ્યું છે?