તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇલેન્સ ઇઝ ગોલ્ડન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના વડાપ્રધાન મનમોહન સિંઘ ઇન્ગલેન્ડની મુલાકાતે ગયા તો ત્યાં હીથ્રો એરપોર્ટ પર તેમનુ શાહી સ્વાગત કરવામાં આવ્યુ. અને તેમને ઇન્ગલેન્ડના રાણી ખુદ સ્વાગત કરવા ત્યાં આવી પહોંચ્યા હતા.

ત્યાંથી મનમોહન સિંઘને 1934 ની બેન્ટલી કારમાં સેન્ટ્રલ લંડનમાં લઇ જવાયા જ્યાંથી રાણી અને મનમોહન સિંઘને એક રોયલ ઘોડાઓની બગીમાં બેસાડવામાં આવ્યા. આ સતરમી સદીમાં બનેલી રોયલ બગી હતી જેની સાથે 6 સફેદ જાજરમાન ઘોડા જોડવામાં આવ્યા હતા. ત્યાંથી રાણી અને મનમોહનસિંઘ સાથે બકીંગહામ પેલેસમાં જવાના હતા. બગી ચાલી નીકળી અને રસ્તમાં લોકોએ ભવ્યતાથી ખુશીમાં ઝુમી ઉઠ્યા.

આ બધુ સરસ ચાલી રહ્યુ હતુ, ત્યાં એક ઘોડાએ જોરદારથી 'વાછૂટ' કરી. એ પાદનો ધડાકો એટલો ભયંકર હતો કે બ્રિટીશ સામ્રાજ્યના ઇતિહાસમાં તેવો અવાજ ક્યારેય સંભળાયો ન હતો. તેની ગંધ એટલી ભયંકર હતી કે રૂમાલથી મોઢુ ઢાંકવુ પડે તેવી સ્થિતિ થઇ. પાદના ધડાકાથી એક સમયે તો બગી પણ સારી એવી હલબલી ગઇ. પણ તોય આપણા વડાપ્રધાન કંઇ ન થયુ હોય તેવી હંમેશા જેવી મુખમુદ્રા ધારણ કરીને ઘટના ને નજરઅંદાજ કરી.

થોડી વાર પછી પાસે બેઠેલી ઇન્ગલેન્ડની રાણીએ વિનમ્રતા થી મનમોહન સિંઘને કહ્યુ,

''મિ. પ્રાઇમમિનિસ્ટર...મને આ ઘટનાનો ખેદ છે..મને ખાતરી છે કે એવી અમુક બાબતો હોય છે, જે રાણી પણ કન્ટ્રોલ નથી કરી શકતી...''
.
.
.
હંમેશા શાંત રહેતા આપણા વડાપ્રધાને શાંતચિતે જવાબ આપ્યો,

'' યોર મેજેસ્ટી, તેના વિશે વધારે વિચારો નહીં...જ્યાં સુધી તમે મને કહ્યુ ન હતુ, ત્યાં સુધી તો મને પણ લાગતુ હતુ કે આ એકાદા ઘોડાનું કામ છે...!!!''

મોરલ - સાઇલન્સ ઇઝ ગોલ્ડન......!!!

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો