તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોળાએ તડપાવી તડપાવીને નિર્દોષને મારી નાખ્યો, 55 વર્ષનો આધેડ હાથ જોડીને માગતો રહ્યો દયાની ભીખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારમાં ફરી એકવાર નિર્દોષ વ્યક્તિ મોબ લિંચિંગનો શિકાર બની હતી.55 વર્ષનો આ  કાબુલ  નામનો આધેડ દયાની ભીખ માગતો રહ્યો હતો પણ ટોળાએ તો એ જ કર્યું હતું જે તેઓ કરવા માગતા હતા.અરરિયા જિલ્લામાં આ ઘટના ઘટી હતી જેનો વીડિયો રેકોર્ડ કરીને છેલ્લા 3 દિવસથી કોઈએ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. લોકોએ તેના પર તેમના પશુઓ ચોરી જવાનો આરોપ લગાવીને બહુ જ બેરહેમી માર માર્યો હતો વીડિયોમાં પણ દેખાઈ આવે છે કે કઈ રીતે મોહમ્મ્દ કાબુલ નામનો આ શખ્સ હાથ જોડીને નહીં મારવા માટે કરગરતો રહ્યો હતો. જો કે આવેશમાં આવેલા લોકોએ પણ તેને ત્યાં સુધી ક્રૂરતાપૂર્વક માર્યો હતો જ્યાં સુધી તેણે તડપી તડપીને છેલ્લા શ્વાસ નહોતા લીધા. બીજા દિવસે આ વ્યક્તિની લાશ મળી હતી જો કે બાદમાં વાઈરલ થયેલા આ વીડિયોને કારણે પોલીસ પણ આ ઘટનાના મૂળ સુધી પહોંચી હતી. તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે પણ હવે આ ઘટનામાં કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.