તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ઘૂંટાતુ રહસ્ય, સીડીઓ શોધવાની દિશામાં પોલીસ તપાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
  • છબીલ અને ભાનુશાળીએ મનિષા પાસેથી નેતાઓની વિડીયો સીડી મેળવી હોવાની ચર્ચા
  • એટીએસ અને ક્રાઈમ બ્રાંચને ખાનગીમાં સેક્સ સીડીઓ શોધવા સૂચના
  • અધિકારીઓએ વાપી, ભૂજ અને અમદાવાદમાં કેટલીક જગ્યાએ તપાસ કરી

અમદાવાદઃ 8 જાન્યુઆરીના રોજ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની થયેલી હત્યા મામલે હજુ પણ રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. જો કે પોલીસ તપાસ હાલ સેક્સ સીડી તરફ ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાનુશાળીના હત્યાના દિવસથી જ આશંકા હતી કે હત્યા પાછળ કથિત સેક્સ કૌભાંડ અને સેકસ સીડી જવાબદાર છે.


 

1) નલિયાકાંડ, સેક્સ સીડીઓ અને રાજનીતિ વચ્ચે છુપી તપાસનો દોર

પોલીસ તપાસ દરમ્યાન હવે આ આશંકા સાચી ઠરી રહી હોવાનું લાગી રહ્યું છે. તેમજ નલિયાકાંડમાં પણ જયંતી ભાનુશાળીનું નામ બહાર આવ્યું હતું ત્યારબાદ થોડો વખત પહેલા પણ સુરતની યુવતીએ જયંતી ભાનુશાળી ઉપર જ્યારે નડિયાદની પરિણીતાએ માજી ધારાસભ્ય છબીલ પટેલ ઉપર દુષ્કર્મની ફરિયાદ કરી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. જે ધીમે ધીમે પરાકાષ્ઠાએ પહોંચી હતી. બીજી બાજુ એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે બંને નેતાઓએ મનિષા ગોસ્વામી તેમજ અન્ય યુવતીઓ પાસેથી કેટલાક ટોચના નેતાઓની વિડીયો સીડી મેળવી લીધી હતી.   

સૂત્રો મુજબ, ભાનુશાળી અને છબીલ પટેલ પાસે તથા મનિષા ગોસ્વામી પાસે પણ ભાજપના કેટલાક નેતાઓની વિવાદાસ્પદ ગણી શકાય એવી સીડી છે. જેને કારણે આ બંને નેતાઓને ડર હતો કે જો તેમની સીડી જાહેર થઈ જશે તો તેમની હાલત કેવી થશે. આ ઉપરાંત નેતાઓએ કચ્છમાં જઈ 'મીઠી ખારેક'નો સ્વાદ માણ્યો હતો. જેથી આ નેતાઓ પણ ખૂબ જ ટેન્શનમાં છે કારણકે તેમને ખબર પડી ગઈ છે કે તેઓએ જે રંગરેલિયા મનાવ્યા હતા તેનો વીડિયો ઉતારીને સીડી બનાવી દેવાઈ છે.  

આ તમામ ઘટનાક્રમ વચ્ચે એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાનગીમાં સેક્સ સીડીઓ શોધવા માટે સૂચના અપાઈ છે. જેના આધારે આ બંને એજન્સીના અધિકારીઓએ વાપી, ભૂજ અને અમદાવાદમાં કેટલીક જગ્યાએ તપાસ કરી હતી. પરંતુ, કશું મળ્યું નહોતું. બીજી તરફ ગતવર્ષે  નરોડા પોલીસે મનિષા ગોસ્વામીની ધરપકડ કરી હતી. આ દરમિયાન તેણીએ આપેલા નિવેદનની કોપી મેળવવા માટે એસઆઈટીના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. સીડીમાં કોની-કોની સાથે સંપર્ક હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.