રાપર મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકના મેનજર સસ્પેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂચનાઓનું પાલન ન કરવા સબબ ભરાયેલુ પગલું રાપર ખાતે આવેલી સહકારી બેન્ક એવી રાપર મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકના મેનેજરને મળી આવેલા વાંધાજનક રેકર્ડ તથા અન્ય મુદાઓ સામે એફઆઇઆર નોંધાવવા આરબીઆઇએ આપેલી સુચનાઓનું પાલન ન કરવાના મુદે આજે સસ્પેન્ડ કરાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ એક બાજુ જ્યારે બીએમસીબી બેંક પર વહીવટદાર નિમાયા છે તે રીતે તેના જ ભાગરૂપ રાપર ખાતે અલગ નામથી કાર્યરત આરએમસીબી માં પણ આરબીઆઇ વહીવટદાર નીમી દીધા છે ત્યારે આ ઘટના બાદ આરબીઆઇ દ્વારા તપાસ કરાતા બીએમસીબીના અમુક રેકોર્ડ રાપર બેંકમાંથી મળી આવ્યા હતા અન્ય કેટલાક નિયમોના ઉલ્લંધન કરાયા હતા તેવા મુદે બેંકના મેનેજરને એફઆઇઆર નોંધાવવા આરબીઆઇએ સુચના આપી હતી.પરતું તેનું આજ દિન સુધી પાલન ન કરાતા આજે બેંક મેનેજર કોઠારીને સસ્પેન્ડ કરાયા હતા. આ અંગે વહીવટદાર અને જિલ્લા રજિસ્ટ્રાર પટેલે જણાવ્યું હતું કે,આરબીઆઇ દ્વારા અમુક મુદાઓને લઇને એફઆઇઆર નોંધાવવા મેનેજરને જણાવાયું હતું પરતું તેનું પાલન ન કરાતા તેને સસ્પેન્ડ કરાયા છે.