તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો રક્તદાન સાથે મહાવીર જયંતી ઉજવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી રક્તદાન કરીને શહેરના લાભાર્થે કરવાની જાહેરાત કરી હતી. બ્રુહદ ગાંધીધામ જૈન સમાજ માટૅ આગામી તા. 17/04ના મહાવીર જયંતીના બુધવારે સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી જીન કુશળ સુરી જૈન દાદાવાડી મધ્યે રક્તદાન શીબીર યોજાશે. મંડળના મંત્રી સુરેશ નાહટાએ શિબિરમાં સમાજના લોકોને બહોળી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અપીલ કરી હતી. રાજાભાઈ બ્લડબેંકના સહયોગથી યોજાઈ રહેલી આ શીબિરમાં ઓઆરએસ, જ્યુસ, ફળાદી સહિતની વ્યવસ્થા મંડળ દ્વારા કરાશે તેમજ સ્મ્રુતિ ચિન્હ પણ અપાશે તેમ જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...