તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં યદુવંશી સોરઠીયા આહિર સમાજ કચ્છ જીલ્લા પાંચ ગામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં યદુવંશી સોરઠીયા આહિર સમાજ કચ્છ જીલ્લા પાંચ ગામ દ્વારા તાકીદની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં યદુવંશી સોરઠીયા આહિર સમાજના તમામ હોદેદારો તથા સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ મીટીંગમાં યદુવંશી સોરઠીયા આહીર સમાજના પ્રતિષ્ઠિત ડોક્ટર પ્રજવલ વી. સોરઠીયા વિરુધ્ધ રાજકીય કિન્નાખોરી તથા ધંધાકીય હરીફાઈના કારણે સત્તાપર ગામના સરપંચ પતિ તથા આવી ફરિયાદ કરી ગેરલાભ લેવાની મનોવૃત્તિ ધરાવતા કોંગ્રેસના કચ્છ જીલ્લા મંત્રી દિનેશભાઈ માતાએ વ્યક્તિગત રસ લઇ સતાપર ગામના જ વ્યક્તિને ખોટી ચડામણી કરી તેજાભાઈ ડુંગરિયાને ફરિયાદી તરીકે ઉભા કરી યદુવંશી સોરઠીયા આહીર સમાજના પ્રતિષ્ઠિત ડોક્ટર પ્રજવલ વી. સોરઠીયા વિરુધ્ધ ખોટી અપેક્ષા રાખી સોશિયલ મીડિયા તથા પ્રેસનોટ મારફતે આરોગ્ય ખાતામાં બદનામ કરવા ખોટી રજૂઆત કરી હોવાના આક્ષેપો મળેલી મિટિંગમાં કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ ઘટના થકી યદુવંશી સોરઠીયા આહીર સમાજની લાગણી દુભાઈ હોવાથી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.

આ મિટિંગમાં યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજારના પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા, શિણાય સમાજના પ્રમુખ જેન્તીભાઈ હડીયા, ચંદીયા સમાજના વતી દેવજીભાઈ સોરઠીયા, રમેશભાઈ કાતરીયા, માધાપર સમાજ પ્રમુખશ્રી માવજીભાઈ વાણીયા , નાગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ કાતરીયા, યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજાર મહિલા મંડળના સભ્યો, જીતેન્દ્ર ચોટારા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...