તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ સહિતની પાલિકાના સફાઇ કામદારો હડતાલ પર જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સફાઇ કામદાર મહામંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ પાલિકાના સફાઇ કામદારોના પ્રશ્ને માગણીઓ સંતોષવામાં ન આવે તો પાંચમી માર્ચથી હડતાલ પર જવા માટે એલાન આપવામાં આવ્યું છે. નક્કી કરવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામ નગરપાલિકાને નોટિસ પણ આપી દેવામાં આવી છે.

રાજ્યની 162 નગરપાલિકાઓના સફાઇ કામદારોના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવ્યા છતાં પગલા ભરાતા ન હતા. મુખ્યમંત્રીને માગણીનું આવેદન પત્ર આપવાની સાથે ચોથી માર્ચ સુધીમાં કોઇ નિર્ણય ન આવે તો અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં નક્કી થયા મુજબ પાંચમી માર્ચથી હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે ગાંધીધામમાં કામદાર સંગઠન દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આર્થિક શોષણ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવ્યા છતાં તેનો ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવી વાત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો