• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News workers affiliated with two and a half contraceptive methods outside the iffco gate 063022

ઈફ્કો ગેટ બહાર અઢીસો જેટલા કોન્ટાક્ટર પદ્ધતીથી જોડાયેલા કામદારોએ

Gandhidham News - workers affiliated with two and a half contraceptive methods outside the iffco gate 063022

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

ઈફ્કો ગેટ બહાર અઢીસો જેટલા કોન્ટાક્ટર પદ્ધતીથી જોડાયેલા કામદારોએ સુત્રોચાર કરીને તેમની દૈનિક રોજમદારીમાં વધારો કરવાની માંગણી કરી હતી. જેમનું કહેવુ હતુ કે તેમના જેટલુજ કામ કરતા ઓન રોલ રહેલા કર્મચારીઓના વેતનમાં અને તેમની આવકમાં મોટુ અંતર છે, કોંટ્રાક્ટરો દ્વારા તેમના વેતનમાં વધારો કરવો જોઇએ. ઈફ્કો પ્રશાસન સમગ્ર બાબતને ઠેકેદાર અને કામદારો વચ્ચેની આંતરીક ખટપટ જણાવી રહિ છે, તેમ છતા સમાધાન માટે તેવો પ્રયત્નશીલ હોવાનું ઈફ્કોના જનસંપર્ક અધિકારી પી. સત્યમુર્તીએ જણાવ્યુ હતુ.

લઘુતમ વેતનના નિયમોનું ઠેકેદારો દ્વારા ઉલ્લંઘન થતુ હોવાની ફરિયાદ ગાંધીધામ સંકુલમાં અવાર નવાર ઉઠતી રહે છે. તો ઈફ્કો ગેટની બહાર સોમવારના સવારે અઢીસો જેટલા વિવિધ સ્તરે કાર્ય કરતા કામદારોએ એકત્ર થઈને ‘હમારી માંગે પુરી કરો’ ના સુત્રોચાર કર્યા હતા. તેમનું કહેવુ હતુ કે તેમને અપાતુ દૈનિક આધારીત વેતન ઓછુ છે, જેમાં ઠેકેદારો જે નફો કમાય છે, તેમાંથી કાપીને તેનો વધારો કરાય. તેવો વર્ષોથી અહિ કામ કરે છે, પરંતુ ઠેકાપ્રથા અંતર્ગત હોવાના કારણે તેમને યોગ્ય વેતન મળતુ નથી. જેમા વધારો થવો જોઇએ. સુત્રોએ જણાવ્યુ હતુ કે ઈફ્કો પ્રશાસને ચાર ઠેકેદારો અને તેના કામદારોની મધ્યસ્થી કરવાના પ્રયાસો આદરીને સાત દિવસમાં પ્રશ્નનો નિકાલ લાવવાનો બાંહેધરી આપી છે.

X
Gandhidham News - workers affiliated with two and a half contraceptive methods outside the iffco gate 063022
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી