કીડાણામાં જુની અદાવતમાં મહિલાઓમાં બબાલ સર્જાઇ

Gandhidham News - women in the old manipulation of kidda created babel 062518

DivyaBhaskar News Network

Jun 17, 2019, 06:25 AM IST
કીડાણા ખાતે જુના ઝઘડાની અદાવતમાં એક મહીલાએ ગાળો બોલવાની ના પાડતાં અન્ય બે મહીલાઓએ ગાળો આપીકપડા ધોવાના ધોકો ફટકારી ધકબુશટનો માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

આ બાબતે મુળ ઝોનપુરના બદલાપુરના હાલે કિડાણાના આંબેડકરનગરમાં રહેતા 30 વર્ષીય નિશાબેન સુગરેન કેવટે નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેમના જેઠાણી કુસુમબેન સુરેશભાઇ કેવટ અમારા ઘરે હતા તે દરમિયાન ફરિયાદીના જેઠાણી કુસુમબેન સાથેના અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી આંબેડકરનગરમાં જ રહેતા અનિતાબેન ધર્મેન્દ્રભાઇ કેવટ અને સીમાબેન દિનેશભાઇ કેવટે તેમના જેઠાણીને ભુંડી ગાળો બોલતાં હતા. જેમાં ફરિયાદી નિશાબેને બન્નેને ગાળો બોલવાની ના પાડતાં અનિતા કેવટે કપડા ધોવાનો ધોકો ઉપાડી ફરીયાદી નિશાબેનને માથામાં ફટકાર્યો હતો અને સીમા બેને ફરીયાદી અને સીમાબેનને પકડી રાખ્યા હતા અને ધકબુશટનો માર માર્યો હતો.ઉષ્માબેન સુભાષ ભાઇ કેવટ, સુભાષ છોટાલાલ કેવટ અને સુરેશ છોટેલાલ કેવટે વચમાં પડી તેઓને છોડાવ્યા હતા. પોલીસે માર મારનાર બે મહીલાઓ વિરૂધ્ધ આઇપીસીની કલમ 323,504,506(2),114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Gandhidham News - women in the old manipulation of kidda created babel 062518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી