તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભ્યોના દબાણથી વેરા વસુલ્યા વગર ટીમ લીલા તોરણે પરત ફરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર નગરપાલિકાની વેરા વસુલતની ઝુંબેશ શરૂ થાય તે પહેલાથી જ વિવાદોમાં રહી છે. પ્રથમ ચીફ ઓફિસરે વસુલાત ઝુંબેશના ઓર્ડર પર સમયસર સહી ન કરતા પહેલાથી જ ઝુબેશ 2 મહિના મોડી શરૂ કરવામાં આવી છે. તેમાંય વળી સત્તા પક્ષના અમુક કાઉન્સિલરો દ્વારા ભલામણ અને વ્હાલા-દઉલાની નીતિ અપનાવાતી હોવાના કારણે વેરા વસુલાત ઝુંબેશ પર અસર પડી રહી છે.

અંજાર નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પાલિકાની ટીમ શહેરમાં વેરા વસુલાત કરવા જાય છે ત્યારે અમુક કાઉન્સિલરો દ્વારા ભલામણ કરવા ફોન કરવામાં આવે છે અને જો તેમનું સાંભળવામાં ન આવે તો લુખ્ખી ધમકીઓ પણ આપવામાં આવે છે. જે સબબ આજે મિલ્કત સિલ કરવા ગયેલી ટીમને પણ કાઉન્સિલર નામનો ગ્રહ નડયો હતો. જેથી ટીમે કઈ કાર્યવાહી કર્યા વગર ફરજીયાત પાછું ફરવું પડ્યું હતું. જે બાબત શહેરમાં પ્રસરતા પાલિકામાં ચાલતી ભલામણ અને વ્હાલા-દઉલાની નીતિની ટીકાઓ પણ થઈ હતી. ત્યારે જો માર્ચ એન્ડિંગ સુધીમાં અગર અંજાર નગરપાલિકાની વેરા વસુલાત જો 50 ટકા જેટલી ન થઈ તો જવાબદાર કર્મચારીને મળતા લાભો જેવા કે પગાર પંચના લાભ વગેરે મળતા અટકી જવાની ભીતિ પણ રહેલી છે. તેવામાં કાઉન્સિલરો દ્વારા કરાતી ભલામણ તાત્કાલિક અટકે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, બાકીદારો પાસે વેરા વસૂલવા માટે જતી ટીમને પદાધિકારી વર્ગ દ્વારા પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો