તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામને લઘુ ભારત કે પચરંગી શહેર શા માટે કહેવાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામને લઘુ ભારત કે પચરંગી શહેર શા માટે કહેવાય છે તેની અનુભુતી વધુ એક વાર અયપ્પા મંદિર સમીતી દ્વારા આયોજીત સમારોહમાં લોકોને થઈ હતી. મુળ દક્ષીણ ભારતના સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીધામમાં રહેવાસ કરે છે ત્યારે દક્ષીણ સંસ્ક્રુતિમાં અતિ મહત્વપુર્ણ એવા અને તાજેતરમાં ચર્ચામાં રહેલા શબરીમાલા મંદિરના નાના સ્વરુપની સ્થાપના ગાંધીધામ ખાતે કરાઈ છે, જે ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અયપ્પા મંદિર છે. તેની સ્થાપનાને 41 વર્ષ પુર્ણ થવાના અવસરે તા.10 થી 16 ડિસેમ્બર સુધી ગાંધીધામમાં તેની ઉજવણી ચાલી રહિ છે. જેના ભાગ રુપે શનિવારે ભગવાન અયપ્પા હાથી પર સવાર થઈને નગરચર્યાએ ભાવિકોના દર્શનાર્થે નિકળ્યા હતા. આયોજન સમિતિના પ્રમુખ ડો. સી.એમ મુરલીધરને જણાવ્યું હતુ કે કેરલની પરંપરાને પ્રદર્શીત કરતા 150થી વધુ કલાકારો વિવિધ ભગવાનોનું સ્વરુપ ધારણ કરીને આવ્યા હતા. તેમજ ટ્રેડીશનલ સાઉથ ઈન્ડીયન ડ્રમ્સ વિશેષ રુપે આયોજન માટે મંગાવાયા હતા. આયોજનમાં કેરલા, તમીલનાડુ સહિત સમગ્ર દક્ષીણ ભારતના ભાવિકો સાથે સ્થાનિકો પણ અનેકતામાં એકતાની ભાવનાને પ્રદશીત કરતા જોડાયા હતા. હાથમાં દિવાઓ લઈને સમગ્ર શોભાયાત્રાનું એક રીતે આકર્ષણ બનતી સ્ત્રી શક્તિ અલગજ આભાનું સિંચન કરતી હતી. બપોરના નિકળેલી શોભાયાત્રા મોડી રાત સુધી શહેરના મુખ્ય માર્ગોમાં વિચરણ કર્યા બાદ નિજગ્રુહ પરત ફરી હતી, જ્યાં તેમની મહાઆરતી યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...