• Home
  • Kutchh
  • Dayapar
  • Dayapar News when the atmosphere of kutch is observed from saturday the atmosphere is changed 061509

શનિવારથી કચ્છના વાતાવરણમાં પલ્ટો અાવ્યો છે ત્યારે વાતાવરણમાં પલટાનો

Dayapar News - when the atmosphere of kutch is observed from saturday the atmosphere is changed 061509

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:15 AM IST

શનિવારથી કચ્છના વાતાવરણમાં પલ્ટો અાવ્યો છે ત્યારે વાતાવરણમાં પલટાનો અા દોર રવિવારે પણ જારસી રહ્યો હતો. રવિવારે પશ્ચિમ કચ્છના 3 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળવા સાથે ખુશહાલી પણ જોવા મળી હતી.

રવાપર ગામ માં એક કલાક મા ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ પડતાં ગામ ની મુખ્ય બજારમાં જોશભેર પાણી વહી નીકળ્યા તેમજ તળાવમાં નવા નીર આવતા ગ્રામજનો તળાવ ની આવ ને જોવા નીકળ્યા હતા સારો વરસાદ પડતાં ગ્રામજનો તેમજ ખેડૂતો મા આનંદ છવાયો હતો. ઘડાણી, વિગોડી, આમારા, નવાવાસ, લીફરી, હરીપર, ઐયર સહિત ગામ માં અડધા થી એક ઈંચ વરસાદ પડયાના અહેવાલ મળ્યા છે. લખપતતાલુકાના મુખ્ય મથક દયાપરમાં ચાર વાગ્યે મેઘરાજાઅે ધમાકેદાર અેન્ટ્રી કરી હતી. ભારે ગાજવીજ અને પવન સાથે જોશીલો વરસાદ પડતાં જોતજોતામાં 21 મી.મી અેટલે કે અેક ઇંચ વરસાદ વરસી ગયો હતો. અા વરસાદની લોકોઅે મનભરીને મોજ માણી હતી.

...અનુસંધાન પાના નં. 9

માતાનામઢમાં સવા ઇંચ જેટલો વરસાદ પડતાં ગામની બજારમાં જોશભેર પાણી વહિ નિકળ્યા હતા ઘડુલીમાં 20 મીમ.ી અેટલેકે પોણો ઇંચ પાણી પડયું હતું. દોલતપર, કોટડા મઢ, નાની વિરાણી, ઝારા, ઝુમારા, હરોડા, અમિયા, ખટિયા, શિયોત, ફુલરા, છેર, ધારેશી, બિટીયારી, સુભાષપર, શિણાપર, પાનધ્રો, કોરિયાણી, , કપુરાશી સહિતના ગામમાં વરસાદે લોકોને રાહત અાપી હતી. જોકે નારાયણસરોવર પટ્ટોમેઘમહેર થી વંચિત રહી ગયો હતો. લખપતના ખારઇ ગામે રહેણાંક મકાન પર વીજળી પડી હતી.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ઉપરાત વાયોર, સાંધી, કોઠારા સાંધાણ, મોથાળા, વરાડિયા, રામપર અબડા સહિતના ગામોમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતાં જોતજોતામાં અડધોથી લઇ અેક ઇંચ સુધીનો વરસાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા વરસી ગયો હતો. નખત્રાણામાં અડધો ઇંચ વરસાદ સાથે તાલુકાના ઉખેડા, રસલિયા વેડહાર મોટી, સાંગનારા, અૈયર, નિરોણા સહિતના ગામમાં મેઘરાજાઅે પોતાની હાજરી પુરાવી હતી. કોટડા(જ)માં તો 20 મિનીટમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના વિથોણ અને ચાવડકા ની સીમમાં ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટું પડ્યું હતું જે અડધાથી પોણો કલાક ચાલ્યું હતું આશરે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ખેડુત અને માલધારીમાં ખુશી જોવા મળી હતી પણ હજુ વધારે વરસાદની આશા છે વગડામાં તલાવડીઓ ભરાય અને ખેતર કે વાડીઓ માંથી પાણી બહાર નીકળે જેથી કરીને જમીનની ખારાશ ધોવાઈ જાય તેવું વિથોણના શાન્તિલાલ નાયાણીએ જણાવ્યું હતું. માંડવીના ધુણઇમાં પણ બપોરના ભાગે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો.

X
Dayapar News - when the atmosphere of kutch is observed from saturday the atmosphere is changed 061509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી