તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્દ્રાના જુના બંદરે ડ્રેજીંગ અને ગોડાઉનોની મરંમત ક્યારે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાના જુના બંદરે પ્રાથમીક સુવિધાઓ વધારવાની વારંવાર રજૂઆત કરતાં ઓલ્ડ પોર્ટ યુસર્સ એસોસિયેશને ફરી ઉચ્ચ સ્તરે તેનું પુનરાવર્તન કર્યું હતું .

એસોસિયેશને બંદર અને વાહન વ્યહવાર કચેરી ગાંધીનગર સ્થિત સચિવને ઉદેશીને લખેલ પત્રમાં દેશી વહાણવટું ધરાવતું ગુજરાતનું એક માત્ર સ્થાનિક જૂનું બંદર પ્રાથમીક સુવિધાઓને અભાવે મરણ પથારીએ હોવાની લાગણી દર્શાવી છે. હાલ જેટીની આસપાસ ચેનલમાં રેતીનો ભરાવો થયો હોવાથી અહીં ડ્રેજીંગની તાતી જરૂર વર્તાતી હોવાનો ઉલ્લેખ કરી બંદરને ધબકતું કરવા ઘટતું કરવાની માંગ કરાઈ છે.વિશેષમાં ચાલુ નાણાકીય સત્રની આંકડાકીય માહિતી આપી ખજૂર,ચોખા,ખાંડ અને સ્ક્રેપ ટાયરની 160 દેશી વહાણો દ્વારા આયાત નિકાસ સંપન્ન કરાઈ હોવાનું ટાંકી કુલ્લ 1,49,086 મેટ્રીક ટન થકી 30,45000ની રેવન્યુ પ્રાપ્ત થયા બાબત પર પ્રકાશ પાડી બંદરની આવશ્યક સુવિધાઓ વધારવાની માંગ કરી છે.હાલ બંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5000 પરીવારોને રોજગાર આપતો હોવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...