તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકો દ્વારા જેસીબીની મદદથી પાણીનો વહેણ બનાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ ખાનગી કંપની સામેના ભાગે 5 સોસાયટી આવેલી છે. જેમાં નર્મદા નિગમની ગંભીર બેદરકારીના કારણે વરસાદી પાણી ભરાઈ જતા 1500થી વધુ લોકો અટવાઈ ગયા હતા અને ન છૂટકે સ્થાનિકો દ્વારા જાતે જેસીબી બોલાવી પાણીના નિકાલનો વહેણ બનાવવામાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ અંદાજીત 1 મહિના પહેલા વરસામેડી સીમમાં અધુરૂં પડેલું નર્મદા કેનાલનું પાણી રસ્તા સુધી પહોંચે છે કે નહીં તે જાણવા નિગમના એન્જીનીયર દ્વારા કેનાલના ત્રણેય દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી બરાબર રીતે રસ્તા સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ કેનાલના દરવાજા બંધ કરી નાખવાની જગ્યાએ માત્ર અખતરો કરવા માટે દરવાજા ખુલ્લા જ રાખી દેવામાં આવ્યા હતા. ]

ગત રાત્રે ભારે વરસાદના પગલે તૂટેલી કેનાલ માંથી વરસાદી પાણી સોસાયટી વિસ્તારના ઘુસી ગયું હતું. જેના કારણે મિતરાજ સોસાયટી, અંબાજી સોસાયટી 1 અને 2, સરદાર કોલોની અને બી.એસ. કોલોનીમાં સહિત સોસાયટીના રસ્તા પર કેનાલનું પાણી ફરી વળ્યું હતું અને જેના કારણે મીની તળાવમાં જેવા દ્રશ્યો સર્જાય હતા. અધુરી બનેલી કેનાલમાં વરસાદી પાણી છોડી દેવાતા લોકો અટવાઇ ગયા હતા અને જીવ તાળવે ચોટી ગયા હતા.

અધૂરી કેનાલમાં વરસાદી પાણી છોડાતા 1500થી વધુ લોકો અટવાયા
કેનાલનું કામ અધુરૂં હોવાથી પાણી સોસાયટીમાં ભરાયાનો તંત્રનો દાવો
નર્મદા નિગમના આસિસ્ટન્ટ એન્જીનીયર અંકુર પટેલના જણાવ્યા મુજબ લખાપર પાસે કેનાલ તૂટી પડતા વરસાદનું તમામ પાણી કેનાલમાં આવી ગયું હતું અને દરવાજા ખુલ્લા હોવાના કારણે અને વરસામેડી પાસે કેનાલનું કામ અધુરૂં હોવાના કારણે પાણી સોસાયટી વિસ્તારમાં આવી ગયું હતું. જેથી આ બાબતની જાણ થતાં તાત્કાલિક ત્રણેય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ સ્થાનિકો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરી દેવામાં આવી હોવાથી પાણી બહાર નીકળી જશે તેવી આશા સેવાઇ રહી છે. તેમ છતાં પણ પાણી અગર નહિ નીકળે તો અન્ય વ્યવસ્થા કરાશે.

તંત્રના બદલે લોકોએ જ પગલા ભર્યા
પરિસ્થિતિઓને જોતા વરસામેડી ગામના ઉપસરપંચ હેમરાજસિંહ જાડેજા દ્વારા નર્મદા નિગમનો સંપર્ક કરી એન્જીનીયર સહિતના લોકોને બોલાવી લેવામાં આવ્યો હતો. પરંતુ તેમના દ્વારા કઈ કરવાની જગ્યાએ માત્ર કેનાલના દરવાજા બંધ કરી હાથ પર હાથ દઈ બેસી જવામાં આવતા ન છૂટકે સ્થાનિકોએ જેસીબી બોલાવી પેટ્રોલપંપ પાસે આવેલ નાળા વાળો માર્ગ ખોદી પાણીના નિકલની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...