જળ સંપત્તિ દિન નિમિત્તે અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જળ સંપત્તિ દિન નિમિત્તે અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓના હસ્તે પીવાના પાણીના બોરની પૂજા કરવામાં આવી હતી. શહેરમાં પાંચ એમએલડી પાણીની ઘટની ફરિયાદ ઉઠે છે.

ગુજરાતના મુખ્યમંત્રી પણ અછતની સમીક્ષા કરવા કચ્છ આવ્યા હતા. તો બીજી તરફ અંજાર વિસ્તાર કે જ્યાં ઉનાળાની શરૂઆતની સાથે બોરનું પાણી ઊંડું ચાલ્યું જતા જળ સંકટ સર્જાયો છે. અંજારની હાલની વસ્તી મુજબ દૈનિક પીવાના પાણીની ખપત 15 એમએલડી જેટલી છે. જેની સામે નગરપાલિકાના 23 બોર માંથી 7.5 એએલડી તેમજ નર્મદાનું 2.5 એમએલડી પાણી મળી કુલ 10 એમએલડી જેટલું જ પાણી અંજારને મળી રહ્યું છે.

આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન અશ્વિન પંડ્યા તથા એન્જીનીયર ભીમજી સોરાઠીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝન પહેલા અંજારમાં 19 પીવાના પાણીના બોર હતા. જેમાંથી દરરોજ 7થી 7.5 એમએલડી જેટલું પાણી મળતું હતું. આજની પરિસ્થિતિએ 23 બોર કાર્યરત હોવા છતાં પીવાના પાણીનું સ્તર 600 ફૂટ જેટલું ઘટી જવાના કારણે 7.5 એમએલડી જેટલું જ પાણી ઉત્પન્ન કરી શકાય છે. જેથી પાણી વિતરણ માટે દરરોજ નવા નવા આયોજનો કરી અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ કરાય છે. ભૂકંપ બાદ સરકાર દ્વારા અંજારમાં ડીઆઈ પાણીની લાઈનો નાખવામાં આવી હતી. જેને ટેપિંગ કરી તથા વાલ્વની સેટિંગ કરી અલગ અલગ વિસ્તારમાં પાણી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાણીની અછત અને ખપતને જોતા સરકાર દ્વારા નાખવામાં આવેલી ડીઆઈ લાઈનોને ટેપિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી જૂની લાઈનોમાં જે પાણીનો વેડફ થતો હતો તે અટકાવી વધુને વધુ પાણી લોકો સુધી પહોંચાડી શકાય તેવા પ્રયત્નો કરાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંજાર વિસ્તારમાં જળ સંકટને નાથવા અગર નર્મદાનું પાણી 2 એમએલડી વધુ મળી શકે તો દરરોજ માટે પાણીની સંગ્રહ શક્તિ અંજાર પાસે હોવાથી અને પાણી વિતરણ અંગેનું યોગ્ય આયોજન હોવાથી વકરી રહેલી પાણી સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...