તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયુ પર વોચ, પોર્ટ સજ્જતા સાથે કાર્યરત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1998ની એ ભયાનક આપદા બાદથી ચોથી વાર એવુ થયુ કે કંડલા પોર્ટને વાવાઝોડાની સંભાવનાના કારણે આખુ ખાલી કરી દેવામાં આવ્યુ હતુ. ત્રણ દિવસથી અજંપાભરી સ્થીતી બાદ સદભાગ્યે સ્થીતીઓ સાનુકુળ રહેતા શનિવારે કંડલાના 7 હજાર જેટલા લોકોને ગાંધીધામ સહિતના સ્થળોએ આશ્રય અપાયો હતો, જેમને તેમના ઘરે જવા માટૅ અનુમુતી અપાઈ હતી. પરંતુ શનિવારનાજ મૌસમ વિભાગે \\\'વાયુ\\\' ની સ્થીતી અંગે નવો અંદાજ લગાવીને ઓછી અસરો સાથે તે ફરી સોમ અને મંગળવારે કચ્છમાં પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરતા ફરી પ્રશાસન દોડતુ થયુ હતુ. પોર્ટ પ્રશાસને સતાવાર રીતે પોર્ટની કાર્યવાહિ ચાલુજ રહેશે તેમ જણાવીને આવનારી આપદાની સામે લડવા માટે સજ્જ હોવાનો દાવો કર્યો હતો.

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન ટી. શ્રીનીવાસને જણાવ્યુ હતુ કે પોર્ટમાં રવિવારના રાત સુધીમાં કાર્ગો અને ઓઈલ જેટીઓ પર કુલ 16 જહાજ લાંગરેલા છે, જે તમામને તેમના એંકર અને એન્જીન સતર્ક રાખવા જણાવી દેવાયુ છે. પોર્ટના સિગ્નલ સુપ્રીટેન્ડન્ટ અપુર્વ જાડેજાએ જણાવ્યુ હતુ કે પોર્ટ પર હાલે 2 નંબરનું સિગ્નલ ચાલુ રખાયુ છે. આ વાવાઝોડુ અતીતીવ્રમાંથી તીવ્રમાં પલટી ચુક્યુ છે તો તે કચ્છમાં સંભવીત રીતે પ્રવેશ કરશે ત્યારે સાયક્લોન તરીકેની વ્યાખ્યા ગુમાવી દેતા \\\'વાયુ\\\' નામ ગુમાવી દેશે. તેમણે વધુમાં આ વાવાઝોડુ અનપેક્ષીત રીતે વર્તી રહ્યાનું કહિને સોમવારે સાંજથી મંગળવારના સવાર સુધીમાં 50 થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે અને ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ ફરી પોર્ટ ખાલી કરાવવાની સંભાવનાને નકારીને દરેક સ્થીતી સામે બાથ ભીડવા તંત્ર સજ્જ હોવાનું કહ્યુ હતુ.

ડીપ્રેસરની સંભવીત અસરની પૂર્વ સંધ્યાએ ધમધમતા પોર્ટનું દ્રશ્ય.

\\\'ડિપ્રેશન\\\' માં સરી પડશે કે \\\'લોપ્રેશર\\\' થશે?
\\\'વાયુ\\\' વાવાઝોડાએ અત્યાર સુધી હવામાન ખાતાની ધારણાઓથી વીપરીતજ મુવમેન્ટ કરી રહ્યુ છે. શક્યતા અનુસાર તે ઉતર પુર્વની જગ્યાએ દક્ષીણ પુર્વમાં વળી ગયુ હતુ. પરંતુ જે નક્કિ છે તે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહિ છે, જેથી તે કચ્છના સંપર્કમાં આવતાજ વાવાઝોડાની કેટૅગરીમાંથી સરકીને ડીપ્રેશન કે લો પ્રેશર બની જશે. જેથી પવનની ઝડપ અને વરસાદનો અનુભવ થાય તેવી શક્યતા છે.

ઝૂંપડા વિસ્તારમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું
ત્રણ દિવસ સુધી કંડલામાં વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યા બાદ જ્યારે લોકો શનિવારે પોતાના ઘરે ફરત ફર્યા ત્યારે નાની મોટી ચોરીઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. બાપટ બજારમાં બે દુકાનોમાં ચોરીની ઘટના સપાટી પર આવ્યા બાદ ચાર ઝૂંપડાઓમાં પણ તસ્કરોએ હાથ અજમાવીને જે કાંઇ મળ્યું તેની તસ્કરી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...