તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ. કચ્છમાં ચેરિયાના વાવેતરમાં લાખોના ભ્રષ્ટાચારનો અાક્ષેપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં હાલે વન વિભાગ દ્વારા ચેરિયાનું વાવેતર કરાઇ રહ્યું છે તેમા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અાચરાય છે તેવા અાક્ષેપ સાથે રાજ્યપાલ સમક્ષ કરાયેલી રજૂઅાતમાં યોગ્ય તપાસની માગ કરાઇ છે.

લખપત તાલુકાના લક્કી નાળા, રામેન્દ્ર, ગુહર ગામના સમુદ્રી વિસ્તારમાં હાલે ચેરિયાનું વાવેતર કરાઇ રહ્યું છે. અા વનસ્પતિના બીજ કુદરતી રીતે સપ્ટેમ્બર અને અોક્ટોબર માસમાં મળે છે ત્યારે અત્યારે બીજ ન હોવા છતાં ચેરિયાના નામે વાવેતર દર્શાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અાચરાઇ રહ્યો છે. જ્યાં વાવેતર થઇ રહ્યું છે તે સંવેદનશીલ વિસ્તાર હોઇ પ્રવેશ નિષેધ હોતાં કોઇ જાગૃત નાગરિક તેના અાધાર પુરાવા પણ અાપી શકે તેમ નથી. વન વિભાગ દ્વારા રજૂ કરાયેલા ખર્ચના વાઉચર, પોલિથિન બેગ અને અોટલાબિટની સ્થળ ચકાસણી કરાય તો સમગ્ર ભાંડો ફૂટી જાય તેમ છે.

સોનલનગરના રહીશ કેસરદાન ગઢવીઅે વધુ અાક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વાહનોના ભાડામાં પણ કટકી કરવામાં અાવે છે. વન કર્મીઅોના મળતિયાઅો દ્વારા સાચા ખોટા વાઉચર ઉધારીને મજૂરો અને વાહન માલિકોને થોડી રકમ અાપીને બાકીના નાણા ચાંઉ કરી જવાય છે. બીઅેસઅેફના રજસસ્ટરમાં વાહનોની અેન્ટ્રી થાય છે તેને ચકાસવામાં અાવે તેવી માગ કરતાં તેમણે યોગ્ય તપાસ માટે રજૂઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો