• Home
  • Kutchh
  • Anjar
  • Anjar News unless the rain rains without electricity people panic 060010

અંજારમાં વગર વરસાદે વીજ ધાંધિયા યથાવત, લોકો ત્રસ્ત

Anjar News - unless the rain rains without electricity people panic 060010

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:00 AM IST
થોડા કેટલાક દિવસોથી અંજારમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટ્યું ઘટ્યું છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા શહેરમાં વીજ વિક્ષેપ પાડવાનું યથાવત રાખવમાં આવ્યું હોવા ઉપરાંત લાઇન ઓફિસનો ફોન સતત વ્યસ્ત જ રહેતો હોવાથી લોકો પરેશાન થયા છે.

એક તરફ ગરમી અને બફારા વચ્ચે લોકો પહેલાથી જ પરેશાન છે. તેવામાં પીજીવીસીએલ દ્વારા કોઈપણ જાતના કારણ વગર વારંવાર વીજ વિક્ષેપ પાડવામાં આવતો હોવાથી લોકોની પરેશાનીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇન ઓફિસનો ફોન પણ સતત વ્યસ્ત જ આવે છે. જેના કારણે શહેરમાં વીજ વિક્ષેપ શા માટે પાડવામાં આવ્યો છે? અને લાઈટ ક્યારે આવશે તે જાણવા માટે પણ લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આ અગાઉ પણ લાઇન ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા ફોનનો રીસીવર સાઈડમાં મૂકી દેવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. તેવામાં અધિકારીઓ દ્વારા લાઇન ઓફિસના કર્મચારીઓ પર કોઈપણ જાતના પગલાં ન લઈ તેમને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

X
Anjar News - unless the rain rains without electricity people panic 060010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી