તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પક્ષના વોર્ડમાં વિકાસ કામ કરવામાં અન્યાયી નીતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષના સભ્યોનો અવાજ દબાવી દેવા માટે કેટલીક વખત પગલા ભરવામાં આવતા હોય તેવી ફરીયાદ ઉઠે છે. સામાન્ય રીતે જુદા જુદા વિસ્તારમાં કામ થાય છે તેમાં સમાનતા રાખવામાં આવે છે તેવો દાવો સત્તાધિશો દ્વારા કરવામાં આવે છે પરંતુ ગ્રાન્ટ અને સ્વભંડોળના કામોમાં વિવાદ થતા હોય છે. વોર્ડ નં.1માં નગરસેવક દ્વારા જુદા જુદા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોવાથી આ વિસ્તારમાં ગ્રાન્ટને બદલે સ્વભંડોળમાંથી 30 લાખના કામો આપવામાં આવ્યા હોવાની ફરીયાદ ઉઠી છે.

શહેરમાં વિકાસ કામોને વેગ આપવા માટે વિવિધ પગલા ભરવામાં આવતા હોય છે. નગરપાલિકાને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી મોટા પાયા પર કામો કરવામાં આવતા હોય છે. અગાઉ પાંચ કરોડ જેટલી રકમના ખર્ચે થનાર કામ માટે સંબંધિત સભ્યોને જાણ કરવામાં આવી હતી. જે તે વિસ્તારના સભ્યોએ પોતાના કામો સૂચવવા જણાવાયા છતાં કેટલાકે તેમાં સક્રિયતા દાખવી હતી. જ્યારે કેટલાક નિષ્ક્રીય રહ્યા હતા. અવારનવાર કોઇને કોઇ બાબતને લઇને વોર્ડ નં.1ના વિપક્ષના સભ્ય અને ઉપનેતા નિલેશ ભાનુશાળી ફરીયાદ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને તેના વોર્ડમાં ગ્રાન્ટને બદલે સ્વભંડોળમાંથી કામ આપી દેવામાં આવ્યા હોવાની ફરીયાદ તેઓએ કરી છે. કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, આવી કોઇ બાબત નથી. અન્ય સભ્યોના કામો પણ સ્વભંડોળમાં નાખવામાં આવ્યા છે. ઇરાદા પૂર્વક કોઇ કાર્યવાહી કરાતી નથી.

સ્વભંડોળના કામોમાં થતો વિલંબ

સામાન્ય રીતે જે કામો કરવામાં આ‌વે છે તેમાં કોન્ટ્રાક્ટરો પણ ગ્રાન્ટના કામો પર જ વધુ ધ્યાન આપતા હોય છે. કારણ કે જે તે કામો પૂર્ણ થયા પછી ગ્રાન્ટની રકમમાંથી તેનું બીલનું ચુકવણું તાકીદે થઇ જતું હોય છે. જ્યારે સ્વભંડોળના કામમાં પાલિકાના ભંડોળમાં પૈસા ન હોય તો જે તે એજન્સીનું બીલનું ચુકવણું કરવામાં વિલંબ થતો હોય છે. આવા સંજોગોને કારણે કેટલીક વખત સ્વભંડોળના કામો કરવામાં એજન્સીઓ રસ દાખવતી નથી.

થર્ડ પાર્ટી મોનીટરીંગનો અભાવ

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા જે કામો કરાવવામાં આવે છે તેનું મોનીટરીંગ કરવા માટે થર્ડ પાર્ટીને કામ આપવામાં આવ્યું છે. આપવામાં આવતા આ કામમાં જે તે પાર્ટી દ્વારા પુરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવતું ન હોવાની ફરીયાદ પણ ઉઠે છે અને ખુદ ભાજપના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં આ પ્રશ્ન અગાઉ ઉઠાવવામાં આવ્યો હતો.

સમયસર કામ થતા ન હોવાની બૂમ

નગરપાલિકા દ્વારા જે તે વિસ્તારના કામોના એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તો સભ્યો કે આગેવાનો દ્વારા ભલામણ કરવામાં આવે છે તેવા કામોમાં આડેધડ એસ્ટીમેન્ટ કરવામાં આવતા હોવાને લઇને ગરબડ ગોટાળા પણ વહીવટી ક્ષેત્રે સર્જાતા હોય છે. સંબંધિત એજન્સીઓને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પછી કામ લાગતા નિયત સમયમાં કામ પુરૂં કરવાનું હોય છે. પરંતુ કોઇને કોઇ બહાના હેઠળ કેટલીક કોન્ટ્રાક્ટર એજન્સીઓ દ્વારા સમયસર કામ પુરૂં કરવામાં આવતું નથી. આવી એજન્સીઓ પાછળથી મુદ્દત વધારો માંગતી હોય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ કેટલાક કામોની સાઇટ પર અસર એટલા માટે પડી હતી કે જે તે એજન્સી દ્વારા રાખવામાં આવેલા કામમાં મજુરો ધુળેટીના પર્વની ઉજવણી કરવા વતનમાં ચાલ્યા ગયા હોવાથી કામ ઠપ્પ થઇ ગયું હતું. હવે આગામી દિવસોમાં આ કામ પુન: શરુ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો