• Home
  • Kutchh
  • Rapar
  • Rapar News two serious injuries including a woman and a woman assaulted shankar 071516

શાણપરમાં લાકડી અને ધારીયા મારતા અેક મહિલા સહિત બે ગંભીર ઘાયલ

Rapar News - two serious injuries including a woman and a woman assaulted shankar 071516

DivyaBhaskar News Network

Jun 12, 2019, 07:15 AM IST
રાપર તાલુકાના શાણપર ગામે બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ અગમ્ય કારણોસર મોડી સાંજે બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. જેમાં 5થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જેમાં બે લોકોને ગંભીર પ્રકારની ઇજા થવાના કારણે બહાર રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

બાલાસર પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘાયલ થયેલાઓમાં જિવણ હરજી કોલી, શાંતિબેન કમલેશ કોલી, કમલેશ પોપટ કોલી, રામસી હરજી કોલી, હરજી સોંડા કોલી વગેરેનો સમાવેશ થાય છે. સામા પક્ષના 4 લોકો ઉપર જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચારેય ભાઈઓએ અગાઉનું મનદુઃખ રાખીને આ પરિવાર ઉપર ધોકા, લાકડી, છુટા પથ્થરો, તથા તમંચો લઈને દારૂના નશામાં ભૂંડી ગાળો બોલીને ઝઘડાની શરૂઆત કરી હતી. અગાઉ પણ આ ચારેય ભાઈઓ ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેમાં જીવણ તરસી કોલી, નાનું તરસી કોલી, સવા તરસી કોલી, દેવું તરસી કોલી ઉપર બાલાસર પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરોક્ત બનાવમાં તંમચાથી 2 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા પણ દાખલ મહિલાના શ્વસુરે જણાવ્યું હતું.

X
Rapar News - two serious injuries including a woman and a woman assaulted shankar 071516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી