તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ઉપર સટ્ટો રમતા 49 હજારના મુદ્દામાલ સાથે બે ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ઇન્ડીયન પેટ્રોલપમ્પ પાસે ચુસ્કી ટી સ્ટોલ સામે બાઇક ઉપર બેસી આઇપીએલની પંજાર અને મુંબઇ વચ્ચેની મેચ ઉપર બ્લુલાઇનેક્સ ડોટ કોમ સોફ્ટવેરની મદદથી સટ્ટોદ રમી અને રમાડી રહેલા આદિપુરના બે શખસોને પુર્વ કચ્છ એલસીબીની ટીમે રૂ.49,000 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે વિગતો આપતાં પુર્વ કચ્છ એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઇન્ડીયન પેટ્રોલપમ્પ બાજુમાં આવેલી ચુસ્કી ટી સ્ટોલ પાસે બાઇક ઉપર બેસી આઇપીએલ ટુર્નામેન્ટમાં ચાલી રહેલી કીંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચેની મેચ પર બ્લુલાઇનેક્સ ડોટ કોમ સફ્ટવેરની મદદથી GJ 12 CN 8501 નંબરની બાઇક ઉપર બેસી સટ્ટો રમી રહેલા આદિપુરની સિધ્ધેશ્વર રેસિડેન્સી-2ના મકાન નંબર 120માં રહેતા 32 વર્ષીય દિપક પ્રભુરામ ઠક્કર (અખાણી) અને વોર્ડ-9/બી ભારતનગરની મહાકાલી સોસાયટીના પ્લોટ નંબર 723માં રહેતા 21 વર્ષીય મયુર જગદિશ ઠક્કર (ફોટક)ને રૂ.16,000 રોકડા, રૂ.8,000 ની કિંમતના બે મોબાઇલ અને રૂ.25,000 ની કિંમતની બાઇક સહિત કુલ રૂ.49,000ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પુછપરછમાં અમદાવાદના જીતુભાઇ ઠક્કરનું નામ ખુલ્યું હતું પરંતુ તે હાજર ન મળતાં એલસીબીએ ત્રણે વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એ-ડિવિઝન પોલીસને સોંપી છે.આ કામગીરીમાં એલસીબી પીએસઆઇ એમ.એસ.રાણા, પીએસઆઇ એ.પી.જાડેજા તથા સ્ટાફનાં એએસઆઇ લખમણભાઇ આહિર, હેડકોન્સટેબલ દેવરાજભાઇ આહિર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...