અંજારમાં વરલી-મટકાનો આંક લેતા બે ઈસમો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના ગંગાનાકા વિસ્તાર માંથી બે ઈસમો વરલી-મટકાનો આક લેતા પોલીસની રેઇડ દરમ્યાન ઝડપી 10700ના મુદ્દામાલ સાથે અટક કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ અંજાર પોલીસની પટ્રોલિંગ દરમ્યાન ગંગાનાકા પાસે આવતાં બાતમી મળેલ કે ગંગાનાકા જનતા હોટલની પાછળ આવેલ લીમડા પાસે બે ઇસમો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક ફરકનો રૂપીયાની હાર જીતનો જુગાર રમી-રમાડી રહેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતા ગંગાનાકા જનતા હોટલની પાછળ આવેલ લીમડામા બે ઇસમો હાથમાં કાગળ લઇ વરલી મટકાના આંક લખતા ઇસમો (1) સિકંદર ઇબ્રાહિમ આરબ ઉ.વ.29, રહે. કુંભાર ચોકની બાજુમા, ચાવલા ફળીયુ, અંજાર તથા (2) મુસ્તાક હારૂન પિંજારા ઉ.વ.39, રહે. શેખટીંબો, અંજાર વાળા આંક લખેલ પેજ-1 તથા રોકડ રકમ રૂ.10,200, મોબાઇલ નંગ-1 કિ.રૂ.500 એમ કુલ્લે કિ.રૂ. 10,700ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગાર ધારા હેઠળ બંને વ્યક્તિઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના હે.કો. સામતભાઇ બરાડીયા, કોન્સટેબલ દિગ્વીજયસિંહ જાડેજા, ગોત્તમભાઇ સોંલકી, મહિપાલસિંહ ચુડાસમા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...