તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મીય કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાં માદક પદાર્થનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાંથી અગાઉ કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને કોકેનનો જથ્થો ઝડપાયો હતો, શહેરનું યુવાધન નશીલા પદાર્થના સેવનમાં ગરક થઇ રહ્યું છે ત્યારે શહેર પોલીસે શનિવારે આત્મીય કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થી દિવ્યેશ રમેશ સોલંકી અને બીસીએના વિદ્યાર્થી હર્ષ સુનિલ ગાંધીને રૂ.2,04,000ની કિંમતના 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા. બંને વિદ્યાર્થીઓએ કોલેજના અનેક વિદ્યાર્થીને નશાના માર્ગે ચડાવ્યા અને મોટો જથ્થો અગાઉ વેચ્યાની શંકાએ પોલીસે બંનેને રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરી હતી.

અનાથ દિવ્યેશને દત્તક લઇને ભણાવ્યો, છતાં અવડે પાટે ચડ્યો
ભાવનગર પંથકનો વતની દિવ્યેશ સોલંકી અનાથ હોવાથી ગાંધીધામના અેક પરિવારે દત્તક લઇને તેને ભણાવ્યો હતો. દિવ્યેશને પુત્ર તરીકે ઉછેરી તેને એન્જિનિયર બનાવવાના સ્વપ્ન સેવ્યા હતા અને દિવ્યેશને આત્મીય કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન પણ અપાવ્યું હતું, પરંતું મોજશોખ પૂરા કરવા દિવ્યેશ સોલંકી માદક પદાર્થના વેચાણના રવાડે ચડી ગયો.

અન્ય સમાચારો પણ છે...