તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારીરોહર ગોલાઇ પાસે છકડો પલટી ખાતાં બે ઘાયલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ નજીક ખારીરોહર ડામર રોડ ગોલાઇ પર પુરપાટ જઇ રહેલો છકડો પલટી ખાઇ જતાં અંદર સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી.બેદરકારી પુર્વક છકડો ચલાવનાર ચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ ખાતે કાર્ગો પીએસએલ ઝુંપડા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સુનિલ સાગર મહંતોની ફરીયાદને ટાંકી પીએસઓ અશોકભાઇ સદાદિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,ગત રાત્રે 8 વાગ્યાના આરસામાં તે અને તેમના સાથી 25 વર્ષીય જોની ઉર્ફે જોગેન્દ્ર ગોટન મહંતો જીજે-12-એઝેડ- 5725 નંબરની છકડો રિક્ષામાં જઇ રહ્યા હતા તે ખારીરોહર ગોલાઇ પાસે ઝડપને કારણે ચાલકે કાબુ ગુમાવતાં છકડો પલટી ખાઇ ગયો હતો જેમાં અંદર સવાર સુનિલને મોઢાના ભાગે તેમજ જોની ઉર્ફે જોગેન્દ્રને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.બી-ડિવિઝન પોલીસે બેદરકારી પુર્વક છકડો ચલાવનાર ચાલક વિરુધ્ધ આઇપીસીની કલમ 279,337,304(અ) તથા એમવી એક્ટની કલમ 177,184 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં તપાસ એએસઆઇ કાનજીભાઇ ગોરસિયા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સંકુલમાં વાહન વ્યવહાર બેફામ થઇ રહ્યો છે તેમાં છકડા ચાલકો કંઇ પણ જોયા વિના ટર્ન મારી લેતા અને વધુ ઝડપથી છકડો ચલાવતા હોઇ અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો