તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાસેઝમાંથી ગન ટેકનઓવર ન કરાવનાર બે ગાર્ડ પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી એક કંપનીના ગેટ પર તૈનાત બે ગનમેનને પૂર્વ કચ્છ એસઓજીએ ટેકનઓવર ન કરાવેલી બે બંદૂક અને 14 કારતૂસ સાથે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, એસઓજીના પીઆઇ વી.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.લાંબરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી સિક્યુલ લોજિસ્ટિક પ્રા.લી. કંપનીના ગેટ પાસે ઉભેલા બે ગનમેન સુરેન્દ્રસિંહ અજબસિંહ યાદવ અને મિથિલેશપ્રસાદ શ્રીરામલાલ શુક્લાને તેમની પાસે રહેલી ગન બાબતે પુછપરછ કરતાં તેમના હસ્તકની ગન તેમણે સરકારના નિયમ મુજબ ટેકનઓવર ન કરાવી નિયમનું ઉલ્લંઘન કર્યુ઼ હોવાનું જાણવા મળતાં બન્ને પાસેથી રૂ.50 હજારની કિંમતની બે ગન અને રૂ.2,800 ની કિંમતના 14 કારતૂસ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કોન્સટેબલ અજયસિંહ ઝાલાએ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...