ગાંધીધામમાં બે કાર અથડાતાં યુવતી ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામથી એરપોર્ટ તરફ જતા રોડ ઉપર બે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવતીને ઇજા પહોંચી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

સંકુલના ધમધમતા રસ્તાઓ પર અવારનવાર અકસ્માતોના બનાવ બને છે જેમાં ઉમેરો થયો છે. સપનાનગરના ઇ/71 માં રહેતા અને વેલસ્પન કંપનીમાં એચઆર ઓફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યશાબેન ધર્મેન્દ્રભાઇ જાની તા.12/2 ના રાત્રે 7 વાગ્યાના અરસામાં નોકરી પુરી કરી પોતાની જીજે-12-એઇ-2018 નંબરની કાર લઇને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નેક્સા શો રૂમથી આગળ એરપોર્ટ તરફ જતા રોડ ઉપર સામેથી પુરપાટ આવેલા જીજે-12-સીજી-9845 નંબરની કારના ચાલકે તેમની કાર સાથે અથડાવી દેતાં સર્જાયેલા અકસ્માતમાં યશાબેનને પીઠ અને જમણા ખભા તેમજ ઘૂંટણમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી
નાસી ગયેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...