તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોલતપર પાસે બોલેરોની અડફેટે બેના મોત, અેક ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના રાવળેશ્વર ખાતે રહેતો પરીવાર તેમની 14 માસની પુત્રીના અોપ્રેશન માટે ગાંધીધામ જઇ ત્યાંથી પરત ફર્યા અને દોલત પર દુધ ડેરી પાસે અેમ્બ્યુલન્સમાં ઉતરી રોડ અોળંગતી વખતે પૂરપાટ અાવતી બોલેરો જીપના ચાલકે અડફેટે લેતાં 14 માસની બાળકી અને 50 વર્ષની મહિલાને સારવાર મળે તે પૂર્વે મોત અાંબી ગયું હતું જ્યારે અેક મહિલાને ગંભીર ઇજા થતાં ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં અાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બુધવારે રાત્રીના અાઠ વાગ્યાના અરસમાં માતાનામઢ અને દોલતપર વચ્ચે બન્યો હતો. મુળ લખપત તાલુકાના રાવળેશ્વર ગામનો જત પરિવાર માતાનામઢ અને દોલતપર વચ્ચે પોતાના પશુઅો સાથે તંબુ તાણી બેઠા છે અા જત પરિવાર પોતાની 14 માસની પુત્રી અનિષાના અોપ્રેશન માટે ગાંધીધામ ગયા હતા. જ્યાંથી પરત ફરીને દોલતપર દુધ ડેરી પાસે અેમ્બ્યુલન્સમાં ઉતર્યો અને રોડ ક્રોસ કરી રહયો હતો ત્યારે પુરપાટ ઝડપે અાવતી બોલેરો જીપના ચાલકે ત્રણે જણાઅોને અડફેટમાં લીધા હતા. જેમા રહેમતબાઇ પઠાઇ જત (ઉ.વ.50) અને 14 માસની અનિષા ઇશબખાન જતને ગંભીર ઇજાઅો થવાને કારણે તાત્કાલિક દયાપર સારમૂહીક અારોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાતાં જેમનું માર્ગ વચ્ચે મોત નિપજ્યું હતું જ્યારે નૂરબાઇ ઇશબખાન જત (ઉ.વ.25)ને ગંભીર ઇજાઅો થવાથી પ્રથમ સારવાર દયાપર ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ રિફર કરવામાં અાવ્યા હતા બનાવની જાણ થતાં દયાપર પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કાર્યવાહીમાં જોતરાયો હતો.

પાન્ધ્રો અને દયાપરની અેમ્બ્યુલન્સ હાજર ન હોવાથી નખત્રાણાથી બોલાવી પડી
લખતપ તાલુકા વિસ્તારમાં 108 અેમ્બ્યુલન્સનો મોટા ભાગે સામન્ય ઇજા પામનારાઅોને રિફર કરવામાં જ ઉપયોગ થતો હોઇ જેને કારણે મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે અા બન્ને અેમ્બ્યુલન્સ હાજર હોતી નથી ત્યારે અા ઘટના દરમિયાન પાન્ધ્રો અને દયાપરની અેમ્બ્યુલન્સ હાજર ન હોવાથી નખત્રાણા ખાતેથી બોલાવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...