માંડવીમાં વીજ શોકથી બે ગૌવંશના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીમાં સવારે 5 વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં વીજ થાંભલા પાસે કરંટ લાગવાના અલગ અલગ બનાવમાં બે ગૌવંશનું મોત થયું હતું.

એસટી રોડ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ખુલ્લો વીજ વાયર અડી જતાં નંદીનું મોત થયું હતું તો અન્ય એક બનાવમાં કે.ટી. શાહ રોડના ચાર રસ્તે આવેલા પોલમાં શોર્ટ સર્કિટ થવાથી ગાયનું મોત થયું હતું. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી હતી અને તેના માટે તંત્ર જવાબદાર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...