તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લફરામાં યુવાન પર બે ભાઇઅોનો છરીથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના મારા મારીનો કેસ કોર્ટમાં ચાલતો હોઇ જેમા રાજેન્દ્રસિંહના પક્ષમાં રહેવા બાબતે યુવાનને ના કહેતાં જેનું મનદુખ રાખીને બે ભાઇઅો લાકડીથી માર મારી છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ લફરા (રામગઢ) ખાતે રહેતા મહિપતસિંહ માધુભા તખાજી જાડેજા (ઉ.વ.37)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, માર મારવાનો બનાવ રવિવારે બપોરે દોઢ વાગ્યાના અરસમાં બન્યો હતો.

ભુપતસિંહ લાખાજી જાડેજા, નિતુભા લાખાજી જાડેજાઅે ફરિયાદીને રાજેન્દ્રસિંહની ખાણ બાબતે સચિવાલય તથા મુન્દ્રા કોર્ટમાં માર મારીનો કેસ ચાલુ હોઇ જેમા રાજેન્દ્રસિંહની તરફ રહેવાનું કહેતા ફરિયાદીઅે ના કહેતા બન્ને અરોપીઅોઅે ઉસ્કેરાઇને ભુપતસિંહે ફરિયાદીને લાકડીથી માર મારી ઇજાઅો પહોંચાડી હતી તો અારોપી નિતુભાઅે ફરિયાદના જમણા હાથના કાંડા પર અને અાંગણી પર છરીથી ઘા મારી ઇજાઅો પહોંચાડી હતી. મુન્દ્રા પોલીસ મથકના પીઅેસઅો ગીતાબેન જી.માતંગઅે બનાવની નોંધ લઇ અાગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ અેચ.ભટ્ટે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...