નખત્રાણામાં ત્રિપલ અકસ્માત : જાન હાની ટળી

હાજીપીર-મુન્દ્રા રૂટની બસમાં પરિક્ષાર્થીઓ ફસાયા : અન્ય બસમાં વ્યવસ્થા કરાઇ : બસ, ટ્રક, ડમ્પર અથડાયા

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:20 AM
Nakhatrana News - triple accident in nakhtura jaan hani toli 032039
નખત્રાણા બસ સ્ટેશન બહાર ગુરૂવારે સર્જાયેલા ત્રીપલ અકસ્માતના બનાવમાં હાજીપર મુન્દ્રા રૂટની બસ સાથે ઓવરટેકની લાયમાં ટ્રક અને ડંમ્પર ધડાકાભેર અથડાયા હતા અફડા તફડી મચી ગઇ હતી અને ટ્રાફિક ચકાજામ થઇ ગયો હતો જો કે, કોઇને જાન હાની થઇ ન હતી પરંતુ એસટી બસમાં બેઠેલા ધોરણ બારની પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા બાદમાં તેમને અન્ય બસમાં મોકલવાની ગોઠવણ કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હાજીપર મુન્દ્રા રૂટની એસટી બસ ઉભી હતી ત્યારે પાછળથી આવતી ટ્રક જી.જે.18 યુ 6710ના ચાલકે ટકકર મારી હતી, આગળ ઉભેલા ડંમ્પર સાથે ધડાકાભેર અથડાતાં જેને પરિણામે અફડા તફડી મચી ગઇ હતી એસટી બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ભારે ગભરાઇ ગયા હતા જો કે કોઇને જાન હાની પહોંચી ન હતી. બાદમાં આ અકસ્માતના પગલે અન્ય ચાર વાહનો એક મેકમાં અથડાયા હતા અને ભારે ચકમક જરી હતી થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બાદમાં આગેવાનોની સમજાવટને કારણે મામલો થાડે પડ્યો હતો. તેમજ પોલીસ સમયસર આવી જતાં અકસ્માત ગ્રસ્ત વાહનનોને સાઇડમાં લઇ માર્ગ ખુલ્લો કર્યો હતો.

X
Nakhatrana News - triple accident in nakhtura jaan hani toli 032039
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App